GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સાયલા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ

આંગણવાડી, હેલ્થ સેક્ટર અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને માળખાગત સુધારા પર વિશેષ ભાર

તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આંગણવાડી, હેલ્થ સેક્ટર અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને માળખાગત સુધારા પર વિશેષ ભાર, આજે આશીર્વાદ વિકલાંગ ગૃહ, સાયલા ખાતે જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કલેક્ટરએ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે અગાઉના સંપૂર્ણતા અભિયાનમાં સાયલા તાલુકાએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એવોર્ડ મેળવ્યો છે જે ગૌરવની બાબત છે હવે આ જ ઉત્સાહ સાથે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’માં પણ સાયલાને અગ્રેસર રાખવા અને તેને આકાંક્ષી બ્લોક (ABP)માંથી બહાર લાવી આદર્શ તાલુકો બનાવવા સૌને કટિબદ્ધ થવા હાકલ કરી હતી કલેક્ટરએ ખાસ કરીને ICDS વિભાગના ચાર મુખ્ય ઇન્ડિકેટરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી તેમણે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં સંપૂર્ણ ચોકસાઈ રાખવા અને બાળકોની માતાની જેમ સંભાળ લેવા અપીલ કરી હતી આરોગ્ય ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર મિશનના સહયોગથી ૧૮ વર્ષથી નીચેના તમામ બાળકો અને કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરી જરૂરિયાત મુજબ આઈએફએની ગોળીઓ આપવા જણાવ્યું હતું વધુમાં કુપોષિત બાળકો માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા શરૂ કરાયેલ ‘સરગવાની ચોકલેટ’ આપવાની પ્રોએક્ટિવ કામગીરીની પણ તેમણે સરાહના કરી હતી શિક્ષણ વિભાગ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દરેક શાળામાં કુમાર- કન્યાઓ માટે અલગ શૌચાલયની સુવિધા હોવી અનિવાર્ય છે શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે ધોરણ ૮ માંથી ૯ માં પ્રવેશતા બાળકો વંચિત ન રહી જાય તેની કાળજી લેવા શિક્ષકોને તાકીદ કરી હતી આ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સક્રિય સહયોગ લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું નોંધનીય છે કે નીતિ આયોગ, નવી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ (ABP) હેઠળ ગુજરાતના ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એમ. જાલંધર, જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા, સંશોધન અધિકારી એ. એમ. પટેલ, સાયલા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!