GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા પુરવઠા અધિકારીની પ્રશંસનીય કામગીરી દેલોલ શ્રીનાથ પ્રોટીન ખાતે ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા એકમને સીલ મારી કાર્યવાહી કરી

તારીખ ૧૯/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ તારીખ ૧૯/૦૭/૨૦૨૪ના રોજ એચ.ટી.મકવાણા જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા અને તેઓની ટીમ તથા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર કાલોલ તથા તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ-૨ સંયુક્ત ટીમો ધ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા-ગોધરા હાઈવેની બાજુમાં આવેલ શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં મીશા એન્ટર પ્રાઈઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં અનઅધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કવાળા રીફાઇન્ડ કપાસિયા ઓઈલ તેમજ રીફાઇન્ડ વેજીટેબલ ઓઈલના અનઅધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા જણાઈ આવેલ છે શ્રીનાથ પ્રોટીન એકમમાંથી તેલના ૧૫ કિગ્રાના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના ૧૯ ટીન ભરેલા ટીન જેની કિમત રૂપિયા ૨૭,૫૫૦/- તથા ખાલી ટીન ૧૫ કિગ્રાના ૨૦૦૦ નંગ જેની કિમત રૂપિયા ૫૦,૦૦૦/- તથા ૦૫ લીટરના તેલ ભરવાના ખાલી કારબા ૨૪૦૦ નંગ જેની કિમત રૂપિયા ૫૨,૮૦૦/-તથા ૦૧ લીટરના ખાલી બોટલ ૪૩૨૦ નંગ જેની કિમત રૂપિયા ૨૫,૯૨૦/- તથા ૫૦૦ મિલી ખાલી બોટલ ૨૭૩૭ નંગ જેની કિમત રૂપિયા ૮,૨૧૧/- તથા પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) ૧ નંગ (અંદાજે ૧૮૦ લીટર પ્રવાહી) જેની કિમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- આમ કુલ મળી ખાલી ટીન-૧૧૪૫૭ જેની કુલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો એકત્રીસ પુરા) તથા ભરેલ ટીન -૧૯ જેની કુલ રકમ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ પુરા) તેમજ પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) ૧ નંગ (અંદાજે ૧૮૦ લીટર) જેની કિમત રૂપિયા બે લાખ પુરા નો જથ્થો મળી આવેલ છે. આમ કુલ મળી બજાર કિંમત રૂપિયા ૩,૬૪,૪૮૧/ નો જથ્થો જપ્ત (સીઝ) કરી શ્રીનાથ પ્રોટીન્સ એકમના માલિક અનીસ એસ. ચુડેસરા સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ જીલ્લા પુરવઠા અધિકારીની પ્રશંસનીય કામગીરી લઇને અનઅધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા દેલોલના વેપારી સામે કાર્યવાહી હાથ ધરતાં ભેળસેળયુક્ત કરતા કાલોલ પંથક સહિત જીલ્લાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!