ગાંધીધામ ચાવલા ચોક થી ઝંડા ચોક સુધીના પાર્કિંગના દબાણો બાબતે કમિશનર મનીષ ગુરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધારવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૯ ઓક્ટોબર : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૫ દબાણ ઝુંબેશના ભાગરૂપે નોર્થ વિસ્તારના ચાવલા ચોક થી ઝંડા ચોક સુધીના પાર્કિંગના દબાણો બાબતે કમિશનરશ્રી મનીષ ગુરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધારવામાં આવી હતી.આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના ૩ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૧૫ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજય રમાનુજની હાજરીમાં અંદાજિત કુલ-૮૦ દબાણો દુર કરવામાં આવ્યા હતાં તથા તમામ વેપારીઓ તરફથી પણ આ ઝુંબેશને પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો. જે વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ હટાવી મહાનગરપાલિકાની મશીનરી, માનવશક્તિ અને સમય બચાવ્યો તેમનો મહાનગરપાલિકા આભાર મને છે તેમજ આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે તેવું ગાંધીધામ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.