BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને ખભે ઊંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો, પોલીસકર્મીનો વીડિયો વાયરલ

64c43c85-8b8a-4f15-aacc-470faa63f034

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ટ્રાફીક પોલીસની સરાહનીય કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભરૂચના કેબલ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને ખભે ઊંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો.

વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ ભરૂચનો નેશનલ હાઇવે 48 હંમેશા વાહનોની અવર-જવરથી ધમધમતો રહે છે. જેના કારણે અનેક અકસ્માત અને ટ્રાફીક જામ સર્જાતા રહે છે. જેના કારણે ટ્રાફીક પોલીસ પણ હંમેશા આ માર્ગ પર કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે. ત્યારે ટ્રાફીક પોલીસની આવી જ એક સરાહનીય કામગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગતરોજ ભરૂચ કેબલ બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં રહેલા ચાલકને ઇજાઓ પહોંચી હતી. પરતું અકસ્માતના લીધે થયેલા ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સ્થળ પર નહીં પહોંચી શકતા ટ્રાફીક પોલીસ જવાને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને પોતાના ખભે ઉઠાવી એમ્બ્યુલન્સ સુધી પહોચાડી સરાહનીય કામગીરી કરી હતી. તેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોની પ્રસંસા મેળવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!