GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બેઢિયાના ઈસમ પાસે મોટરસાયકલ ઉપર લીફ્ટ માંગી બોરૂ ટર્નિગ પાસે નજર ચુકવી મોટરસાયકલ ચોરી કરનાર સામે ફરીયાદ.

 

તારીખ ૨૭/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

અજાણ્યા ઈસમને પોતાના વાહનમાં બેસાડતા, ચલાવવા આપતા સાવધાન

કાલોલ તાલુકાના બેઢીયા ગામના કુમાડિયાવાળા ફળિયામાં રહેતા જસવંતસિંહ અમરસિંહ ચૌહાણ હાલોલ ખાતે નોકરી કરતા હોય અવરજવર માટે પોતાના મિત્ર ના નામે ખરીદેલ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલનો ઉપયોગ કરે છે ગત રવિવારે સવારે તેઓ પોતાની મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે ખડકી ટોલનાકા પાસે આશરે ૪૦ વર્ષ ની ઉમરમાં ઈસમે મોટરસાયકલ ઉભી રાખવા ઈશારો કરતા તેઓએ મોટરસાયકલ ઉભી રાખી જેથી અજાણ્યા ઈસમે કાલોલ તરફ જતા હોય તો મને બેસાડી જાવ તેમ કહી મોટરસાયકલ હુ ચલાવી લઉં તેમ કહેતા મોટરસાયકલ તેને ચલાવવા આપી ફરિયાદી પાછળ બેસી ગયા હતા. અજાણ્યા ઈસમે દેલોલ ચોકડી પાસેથી મોબાઈલની દુકાનેથી પોતાનો રિપેરિંગ માં મૂકેલ મોબાઈલ પણ લીધો અને ત્યારબાદ શામળદેવી ગામ ગયા અને કાલોલ રેફરલ હોસ્પિટલ તરફ ગયા હતા જ્યાં ફરિયાદીને અજાણ્યા ઇસમ સાથે બોલાચાલી થઈ હતી જે બાદ તેઓ હાલોલ તરફ જવા નીકળ્યા હતા અને અજાણ્યો ઈસમ મોટરસાયકલ ચલાવતો હતો બોરૂ ટર્નિંગ પાસે ફરિયાદી જસવંતસિંને પેશાબ લાગતા પેશાબ કરવા ઉતરેલ ત્યારે અજાણ્યા ઈસમે ફરિયાદીની નજર ચુકવી હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ લઇને ચોરી કરી ગયો હતો જે બાદ બે ત્રણ દિવસ સુધી મોટરસાઇકલની શોધખોળ કરી પિન મળી આવેલ નહી જેથી જીજે ૧૭ સીએલ ૧૩૧૧ નંબરની રૂ ૩૫,૦૦૦/ ની મોટરસાયક્લની ચોરી બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!