વિજાપુર બામણવા ગામની સીમમાં આવેલ સર્વે ૧૪૫૩ વાળી જમીન પાવર ઓફ એટર્ની ઉપયોગ કરી બારોબાર વેચાણ કરતા બે સામે ફરીયાદ
છેતરપિંડી વિશ્ર્વાસઘાત ની ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના બામણવા ગામની સીમ મા આવેલ સર્વે નંબર ૧૪૫૩વાળી જમીન જેનો જૂનો સર્વે નંબર ૨૧૭ ક્ષેત્રફળ હે. આર ૧.૭૨.૯૯ ચોરસ મીટર વાર જમીન અમદાવાદ રહેતા રમેશ ભાઈ શકરા ભાઈ સેનમા ની માલિકી જમીન નો નવી શરત માંથી જૂની શરત મા કરવા માટે વર્ષ ૨૦૦૫ મા પાવર ઓફ એટર્ની કરાવી જેનો ઉપયોગ કરી જમીન માલીક ને જાણ કર્યા વગર ખોટું સોગંદ નામુ કરી વેચાણ કરી દેવા મા આવતા લાડોલ પોલીસ મથકે પાલનપુર ના બે ઈસમો સામે વિશ્વાસઘાત છેતરપિંડી ની ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોતાના પરીવાર સાથે મૂળ લાડોલ ના અમદાવાદ રહેતા રમેશભાઈ શકરા ભાઈ સેનમા ની બામણવા સીમ માં આવેલ જમીન નવી શરત માંથી જૂની શરત મા ફેરવવા માટે પાલનપુર ના પ્રવીણ ભાઈ શંકર લાલ પટેલ ને કુલમુખત્યાર નામુ પાવર ઓફ એટર્ની ની વર્ષ ૨૦૦૫ થી કરી આપી તેમને કાર્યવાહી કરવા જણાવેલ પરંતુ વર્ષ ૨૦૧૭ સુધી કોઈ કાર્યવાહી નહી કરી રમેશ ભાઈ સેનમા એ જાતે નવી શરત માથી જુની શરત મા જમીન ફેરવવા ની કાર્યવાહી વર્ષ ૨૦૧૮ મા કરેલ અને પ્રવીણ ભાઇ પટેલ ને પાવર ઓફ એટર્ની રદ ગણજો તેમ કહેલ પરંતુ તેમ છતાય પાવર ઓફ એટર્ની ની ચાલુ રાખી તા.૧૫/૧૨/૨૦૧૮ ના રોજ નોટરી ની કોઈ પણ સહી વગર બારોબાર ખોટું સોગંદ નામુ કરી પાવર ઓફ એટર્ની નો ઉપયોગ કરી પોતાના સગા ભાઈ ને કોઈ પણ જાતની કિંમત આપ્યા વગર સહી સંમતિ વગર વેચાણ કરતા રમેશ ભાઈ શકરા ભાઈ સેનમા એ લાડોલ પોલીસ મથકે પ્રવીણ ભાઈ શંકરલાલ પટેલ અને અરવિંદ ભાઈ શંકરલાલ પટેલ પાલનપુર વાળા બંને સામે છેતરપિંડી વિશ્વાસઘાત ની ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.