GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના બોડીદરા ગામે દારૂ પીને ગાળો બોલી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે પોલીસ મથકે ફરિયાદ

તારીખ ૧૮/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોડીદરા ગામના પાછલા ફળીયામાં રહેતી સવિતાબેન પ્રવીણસિંહ સોલંકી રવિવારે બપોરે પોતાના ઘરે હતી ત્યારે તેઓના ફળિયાનો વિજયસિંહ છત્રસિંહ સોલંકી દારૂ પીને તેઓના પતિનું નામ લઈને ગંદી ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને જપાજપી કરી મહિલાને ગડદા પાટુ નો મારમારી નજીકમાંથી લાકડી લઈ આવી મોઢા પર અને નાકના ભાગે લાકડી મારતા નાકમાંથી લોહી નીકળ્યું હતું મહિલાએ બુમાબુમ કરતા તેનો પતિ અને બીજા માણશો આવી ગયા હતા જેથી વિજયસિંહ ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો મહિલાએ દવા સારવાર કરાવ્યા બાદ આજ રોજ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.





