ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી CPR તાલીમ અપાઈ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની પહેલથી CPRની ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે અપાતી તાલીમ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની પહેલથી CPR – કાર્ડીયો પલ્મનરી રીસસીટેશન એટલે કે, હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયાની ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી.મહત્વનું છે કે, ગિરનાર લીલી પરિક્રમા નો રૂટ ૩૬ કી.મી. જેટલો લાંબો હોવાની સાથે કઠિન પણ છે. આ સ્થિતિમાં ખાસ કરીને વયોવૃદ્ધ ભાવિકોને શારીરિક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને આરોગ્ય સહિતની જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.આજે કલેકટર કચેરી ખાતે જુદા જુદા વિભાગના અધિકારી કર્મચારીઓને CPRની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમના માધ્યમથી હૃદય બંધ પડી જવા કે કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલ નથી તેવા સામાન્ય લોકો પણ લોકોનો જીવ બચાવી શકે છે.આ તાલીમ આપનાર ડો. અંજલી ઉનડકટ જણાવે છે કે, હૃદય અને ફેફસાને પુન: જીવિત કરવાની પ્રક્રિયા એટલે કે CPR દ્વારા લોકોનો જીવ બચાવી શકાય છે. ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કે, હૃદય બંધ પડી જવાની સ્થિતિમાં CPR દ્વારા ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ