કાલોલ તાલુકાના મલાવ ગામે નજીવી બાબતે મારામારી થતા ૧૦ વ્યક્તિ ઓ સામે મારામારીની ફરીયાદ.

તારીખ ૨૪/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ગામે ફરીયાદી મહેન્દ્રકુમાર બાબુભાઈ પરમાર ના કાકાના છોકરા હિતેશભાઈ ને ફળીયાના માણસો વિશે કેમ ખોટી ખોટી વાતો કરે છે તેમ કહી આરોપી અક્ષિતભાઈ ભગવાનભાઈ પરમાર એ તેઓના હાથમાં પહેરેલ કડું ફરિયાદી ના કાકાના છોકરા હિતેશભાઈને માથાના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ગયુ હતું તથા અન્ય ચાર આરોપી ઓએ હિતેશભાઈને શરીરે ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી મા બેન સમાણી ગંદી ગાળો બોલી હવે પછી અમારા ફળીયાના કોઈ માણસનું નામ લીધુ છે તો જાનથી મારી નાખીશું તેવી મારી નાખવાની ધમકીઓ આપી હતી અક્ષિતભાઈ ભગવાનભાઈ પરમાર નાએ તેઓના હાથમાં પહેરેલ કડું હિતેશભાઇને માથાના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ગયેલ અને શરીરે ગડદા પાટુનો માર મારતા ૧૦૮ મોબાઈલ બોલાવી મલાવ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને મલાવ સરકારી દવાખાનામાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક દવા સારવાર કરી વધુ દવા સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પીટલમા રીફર કરવામાં આવ્યો હતો બીજી તરફ આશીષકુમાર ભગવાનભાઈ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ ફરીયાદી રસ્તે ચાલતા ચાલતા જતા હતા તે વખતે આરોપી ઓએ ફરીયાદીને ઈશારો કરી બોલાવી તું કેમ સાંજના સમયે અમારા ફળીયા માં આજુબાજુ આંટા ફેરા મારે છે તેમ કહી મા બેન સમાણી ગાળો બોલવા લાગેલ જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા તુ શુ ઉખાડી લેવાનો છે તેમ કહી ફરીયાદી સાથે ગાળાગાળી કરી હતી અને તમામ આરોપીઓએ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પાછળથી અક્ષયકુમાર નાઓ બાઈક લઈને આવી ફરીયાદીને અમારા ફળીયાના કોઈનું નામ લીધુ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી એકબીજાની મદદગારી ગુન્હો કરતા કાલોલ પોલીસ મથકે સામસામી બે ફરિયાદ નોંધી કુલ ૧૦ વ્યક્તિ ઓ સામે ફરિયાદ નોંધી હતી.






