ધ્રાંગધ્રાનાં જસાપર ગામની સરકારી જમીનમાં દબાણ થતાં સ્થાનિકોની રજુઆત

તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજન દ્વારા કરવામાં આવ્યો છે જસાપર ગામના જાગૃત નાગરિક મગનભાઈ સાગઠીયાએ આ અંગે ગત 16 સપ્ટેમ્બરથી સ્થાનિક તંત્રને લેખિત રજૂઆત કરી છે સાગઠીયા દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં સ્થાનિક મામલતદાર અને સર્કલ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રજૂઆત કર્તાનો આક્ષેપ છે કે અધિકારીઓ તેમને દર વખતે ઉડાવ જવાબ આપીને પરત મોકલી દે છે આ ગેરકાયદે દબાણને કારણે જાહેર રસ્તો સાંકળો બન્યો છે જેનાથી વાહન વ્યવહારમાં અવરોધ ઊભો થાય છે રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ દબાણ હટાવવાની રજૂઆત અંગે ધ્રાંગધ્રા સર્કલ વિભાગના અધિકારી હેમંતભાઈ મકવાણાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે તેઓ હાલ રાજકોટમાં ટ્રેનિંગમાં છે તેમણે ઉમેર્યું કે સર્કલ વિભાગનો ચાર્જ તેમને છેલ્લા દોઢેક મહિનાથી મળ્યો છે જેથી પાંચેક મહિના પૂર્વેનું આ પ્રકરણ તેમના ધ્યાને નથી જસાપર ગામના તલાટી કૃપાલીબેને જણાવ્યું હતું કે સરકારી જમીન હોવાથી રેવન્યુ વિભાગને આ અંગે કાર્યવાહી કરવાની થાય છે સાથે જ તેમણે ઉમેર્યું કે હજુ સુધી તેઓને આ અંગે કોઈ આદેશ મળ્યો નથી અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવાને બદલે એકબીજાને ખો આપતા હોવાનો આક્ષેપ છે આથી જાગૃત નાગરિકે હવે ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.




