કાલોલ ના પરૂણા ગામે જમીનના ભાગ બાબતે દિયરે ભાભીને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફરીયાદ
તારીખ ૨૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પરૂણાગામે રહેતી મહિલાએ વેજલપુર પોલીસ મથકે મંગળવારે સાંજે પોતાની ફરીયાદ નોંધાવી જણાવેલ છે કે તેઓના પતી સાથે સવારે ઘરે હતા ત્યારે તેઓના બાજુમાં રહેતા તેઓના દિયરના ઘરે તેઓના સાસુ સસરા સાથે જમીનની વાતો કરતા હતા ત્યારે તેઓના દિયર દિલીપસિંહ ચંદ્રસિંહ પરમાર પાસે પતિએ પોતાની જુની બાઈક પરત માંગતા તેણે હા પાડી અને ત્યારબાદ ગંદી ગાળો બોલતા પરિણીતાએ ગાળો બોલવાની ના પાડતા મોઢા પર મુક્કો મારી જમીન ઉપર પાડી દઈ ગડદા પાટુ નો માર માર્યો અને તેના પતી છોડાવવા વચ્ચે પડતા તેઓની સાથે પણ ધક્કામુક્કી કરી બોલબોલ થી લોકટોળા એકઠા થઈ જતા છોડાવ્યા હતા ત્યારે તેઓના દિયરે હવે પછી જો કોઈ ભાગ માંગ્યો તો જાનથી મારી નાખીશ સમાજમાંથી બહાર કાઢી મુકીશ તેવી ધમકીઓ આપી હતી ઈજાગ્રસ્ત પરિણીતાએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.