વિજાપુર સૂવિધી પાર્ક મા બંધ મકાન માંથી રૂપિયા ૫,૧૨,૫૦૦/- ની ઘરેણાં ની ચોરી ધનપુરા ઘાંટુ માંથી બે ઢોરો રૂપિયા ૧,૬૦,૦૦૦/- ની ચોરી ની ફરિયાદો નોંધાઈ

વિજાપુર સૂવિધી પાર્ક મા બંધ મકાન માંથી રૂપિયા ૫,૧૨,૫૦૦/- ની ઘરેણાં ની ચોરી ધનપુરા ઘાંટુ માંથી બે ઢોરો રૂપિયા ૧,૬૦,૦૦૦/- ની ચોરી ની ફરિયાદો નોંધાઈ
ચોરો બન્યા બેફામ પોલીસ પેટ્રોલીંગ ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો મા ચોરીઓ ના બનાવો નો ગ્રાફ વધી રહ્યો છે. પોલીસ ને ચેલેન્જ કરતા હોય તેમ ઘરફોડ ચોરી ઢોર ચોરી મોબાઈલ ચોરીઓ ના ગુનાઓ ને લઈ ફરીયાદો પોલીસ મથકે નોંધાઇ રહી છે. જેમાં સુવીધી પાર્ક બેંગલોજ મા રહેતા સંજય કુમાર રમેશ ચંદ્ર જાની તા ૧૯ ના શનિવારે ઘર ને તાળું મારી દ્વારકા ફરવા માટે ગયા હતા. બે દિવસ ફરી ને ઘરે પરત આવતા ઘરનું તાળું તૂટેલું પડેલું હતુ ઘર માં તપાસ કરતા લાકડા ની તિજોરી તૂટેલી અને સમાન અસ્ત વ્યસ્ત્ત મળ્યો હતો. ચોરી થયા ની જાણ થઈ હતી. તા.૨૨ મંગળવાર ના સોસાયટી ના લાગેલા સીસી ફૂટેજ તપાસ કરતા મધ્ય રાત્રીએ ચાર ઈસમો ઘર આગળ તાળું તોડી ચોરી કરતા અજાણ્યા ઈસમો જણાઈ આવતા સંજય કુમાર સોની એ પોલીસ મથકે સોના ના ઘરેણાં જેમાં મંગળ સૂત્ર તેમજ સોનાનું ડોકિયું એક તોલા નુ તેમજ સોનાનું બ્રેસ્લેટ સોનાની વીંટી રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- સહિત કુલ રૂપિયા ૫,૧૨,૫૦૦/- ની ચોરી ની ફરીયાદ નોંધાઈ છે. જ્યારે ચોરીના બીજા બનાવ મા ધનપુરા ઘાંટુ ગામે રહેતા પશુ પાલક શૈલેષ કુમાર પૂંજા ભાઈ પટેલ ના વાડા મા બાંધેલ રૂપિયા ૮૦,૦૦૦/- ની કિંમત ની બે ભેંસો રૂપિયા ૧,૬૦,૦૦૦/- ની ચોરી થયા ની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. જેને લઇ પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. વધી રહેલા ઢોર ચોરી મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરી ના બનેલા બનાવો ને લઈ પોલીસ સતર્ક બની છે.



