
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ નવેમ્બર : ધોરડો રણોત્સવ ૨૦૨૫-૨૬ દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી –પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઊભી કરવામાં આવનાર છે. આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ/સ્વ સહાય જૂથના સભ્યો /કારીગરોની અરજીઓ તા.૨૭/૧૦/૨૦૨૫થી ૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલ અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો તા.૧૯/૧૧/૨૦૨૫ના સવારે ૧૦:૩૦ કલાકે ભુજ હાટ રિલાયન્સ મોલની સામે ભુજ, કચ્છ ખાતે રાખવામાં આવ્યો છે તેમ સિનિયર જનરલ મેનેજર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા જણાવાયું છે.



