BANASKANTHAGUJARATPALANPUR

કર્ણાવત પ્રાથમિક શાળાના ધોરણ- 8ના બાળકોની SRP કેમ્પ (ડાંગિયા-મડાના)માં યોજાયેલ શૈક્ષણિક મુલાકાત લીધી 

7 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી કે. બી. કર્ણાવત પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ 07 ઓગસ્ટ 23 ને સોમવારે ધોરણ- 8 ના સમગ્ર વિદ્યાર્થીઓની SRP કેમ્પ (ડાંગિયા- મડાણા)ખાતે શૈક્ષણિક મુલાકાત ગોઠવવામાં આવી હતી. જેમાં કુલ 148 શિશુ મિત્રો સહિત 4 શિક્ષક મિત્રોએ પણ ભાગ લીધો હતો. તેમાં આખા કેમ્પસની મુલાકાત કરાવવાનું તથા સમગ્ર જાણકારી આપવાનું કામ શ્રી દવે સાહેબે કર્યું હતું. તેમાં બેન્ડ તાલીમની પ્રેક્ટિસ અને પરેડની પણ બાળકોને તાલીમ આપવામાં આવી હતી. ઓપ્ટિકલ કસરત માટેની પણ માહિતી આપી હતી. વિવિધ ફૂલછોડથી બાળકોને પરિચિત કરાવ્યા હતા. બાળકોને રસસભર કેમ્પની મુલાકાત કરાવી અને બાળકોમાં દેશપ્રેમ જાગૃત કરવાનું કામ SRP કેમ્પના પ્રતિનિધિઓએ કર્યું હતું. સમગ્ર મુલાકાતનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ સાહેબ, સુપરવાઇઝર શ્રી અશોકભાઈ પટેલ તેમજ સુપરવાઇઝર શ્રી સોનલબેન પંડ્યાએ સૌને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!