GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને અભિનંદન, નાગરિકોના સહયોગથી વર્ષ દરમિયાન રૂ.29.83 કરોડની આવક

તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૫થી વેરા વસૂલાતની કામગીરીને સઘન બનાવવામાં આવી હતી આ કામગીરીમાં સુરેન્દ્રનગરના નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સક્રિય સહકાર આપ્યો છે માન. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે સાહેબ અને માન. નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ વેરા વિભાગે એપ્રિલ- ૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ સુધીના સમયગાળામાં અંદાજે રૂ. ૨૯.૮૩ કરોડની વેરા વસૂલાત કરી છે સુરેન્દ્રનગરના નાગરિકોએ વેરો સમયસર ભરપાઈ કરીને શહેરના વિવિધ વિકાસ કાર્યોમાં મહત્વનો ભાગ ભજવ્યો છે પરિણામે સામાન્ય માસિક વેરા વસૂલાત અંદાજિત રૂ. ૨ થી ૨.૫ કરોડની સરખામણીમાં માર્ચ- ૨૦૨૬ના એક જ મહિનામાં અંદાજિત રૂ. ૭.૨૨ કરોડની વસૂલાત થઈ છે શહેરના વિકાસમાં આ મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા તરફથી સર્વે નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવે છે જે નાગરિકોનો જૂનો વેરો હજુ બાકી છે તેઓ આગામી વર્ષે તેની ભરપાઈ કરીને શહેરના વિકાસ કાર્યોમાં પૂર્ણ ઉત્સાહ સાથે સહયોગ આપશે એવી મહાનગર પાલિકા આશા રાખે છે.

Back to top button
error: Content is protected !!