
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને ભૂલકાઓ પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોય જેને લઈને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી મનીષભાઈ મારકણાએ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.તેમજ બાળમજૂરી કરાવતા પ્રાઇવેટ તથા સરકારી શાળાના આચાર્ય કે શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.ત્યારે મનીષ મારકણાની રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાની પ્રાથમિક/માધ્યમિક સ્કૂલો સરકારી/પ્રાઇવેટ સ્કૂલોનાં આચાર્ય/શિક્ષકો અને છાત્રાલયના સંચાલકો દ્વારા નાના ભૂલકાઓ/વિધાર્થીઓ પાસે નાની મોટી કામગીરી કરાવતા હોય છે. આવી ઘટનાઓ વારંવાર સોશિયલ મીડિયા અને અખબારમાં પ્રસિદ્ધ થાય છે. અને જે તે અધિકારી દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. પણ તપાસમાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી.અને દેખાડા પૂરતી તથા કાગળિયા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે.જેના કારણે સરકારી અને પ્રાઇવેટ આચાર્ય/શિક્ષકો અને છાત્રાલયના સંચાલકો એનો ગેરલાભ લઈ આવા નાના ભૂલકાઓ પાસે મજુરી કામ કરાવી રહ્યાનું જાણવા મળી રહ્યુ છે. તા.24/1/2025નાં રોજ નવાપુર રોડ પર નાના નાના ભૂલકાઓ તગારા માથા પર લઈ રસ્તા પર પડેલ છાણ લઈ જતા હોય તેવું નજરે જોવા મળ્યું હતુ.જેને લઈને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસનાં મંત્રી મનીષ મારકણા એ તેમને પૂછ્યું હતું કે,” તમે ક્યાંથી આવો છો તો છોકરાઓ કીધું હતું કે અમે ગીતાંજલિ સ્કુલના વિધાર્થીઓ છે.ત્યારે છોકરાઓ પાસેથી માહિતી મળી હતી કે આ છાણનું લિપણ કરવા માટે લઈ જતા છે.જોકે અહીં વ્હેલી સવારે આહવામાં જાહેર રોડ પર વાહનો/જાનવરો વગેરે હોઈ જેથી કોઈ ઘટના પણ બની શકે,ત્યારે આવા સરકારી/પ્રાઇવેટ આચાર્ય/શિક્ષકો અને છાત્રાલયના સંચાલકો પર કાયદેસર કાર્યવાહી કરી એક શિક્ષણ બાબતે દાખલો બેસાડવામાં આવે જેથી કોઈ બીજી વાર નાના ભૂલકાઓ પાસે મજૂરી કામ ના કરાવે અને ભણતરમાં ધ્યાન આપે જેથી બાળકોનું ભવિષ્ય બને એવી માંગ કરી છે.તેમજ EMELZO જેવી પ્રાઇવેટ કંપનીઓ પેલા સેવાના નામે આવશે પછી જેવું EMELZO પ્રાઇવેટ કંપનીઓ ખુદ ઉદાહરણ આપે છે કે BSNL ખુબ સરસ ટેલિકોમની સુવિધા આપતું હોવા છતાં પણ અન્ય કંપનીઓ એ પ્રકારની સુવિધા પુરી પાડે છે જેથી ઉપભોકતાને સારા વિકલ્પ મળી રહે.એનો મતલબ કે ગુજરાત સરકાર ખુબજ સારી હોવા છતાં પણ અન્ય EMELZO પ્રાઇવેટ કંપનીઓ એ પ્રકારની સુવિધા પુરી પાડે છે.ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓને માટે ગુજરાત સરકારનું ભણતર મળે એવા હેતુથી ચાલુ રહે જો આવી રીતે છોકરાઓ પાસેથી મજૂરી કામ કરાવવામાં આવશે તો પ્રાઇવેટ કંપનીઓ તેનો લાભ લઈ શકે છે.જેથી આ અંગે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી મનીષભાઈ મારકણાએ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી અને ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી..




