કોંગ્રેસ દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારીને તાલુકાના ગામોમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી પેમેન્ટ નહિ ચૂકવવા માંગ સાથે રજુઆત.

તારીખ ૨૬/૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એક તરફ ગુજરાત રાજ્યના દરેક ગામે ગામ મનરેગા યોજના ઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ની બુમો ઉઠી છે જેમાં કેટલાક કામો માત્ર કાગળો ઉપર ઘોડા દોડાવી એજન્સીઓ દ્વારા પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું જેમાં કેટલાક અધિકારીઓ ની મિલી ભગત થી સ્થળો તપાસ કર્યા વિના કાગળો ઉપર કામો દેખાડી સરકારી નાણાં ની ઉચાપત કરી સરકારી નાણાં નો દૂર ઉપયોગ કરી પોતાની તિજોરીઓ ભરી છે જેમાં રાજકીય નેતા સહિત અનેક લોકોએ ભ્રષ્ટાચાર આચાર્યો હોય તેવા અનેક કિસ્સા પ્રકાશ માં આવ્યા છે જેમાં દાહોદ માં મંત્રી ના પુત્રો પણ જેલ ની સળિયા પાછળ ધકેલાય ગયા હતા અને જેલની હવા પણ તેઓએ દેખી લીધી છે જ્યારે પંચમહાલ જીલ્લા માં પણ મનરેગા યોજનાઓ માં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ ને વિરોધ પક્ષના રાજકીય નેતા તેમજ જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવે છે ત્યારે ઉચ્ચ કક્ષાએ થી તપાસ ટિમો ની રચના કરી તપાસ ટિમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારે પંચમહાલ જીલ્લા માં પણ ઘણા સમયથી મનરેગા યોજના માં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવે છે જ્યારે પણ કોઈ અધિકારી તપાસ ના આદેશ આપે અથવા જાતે તપાસ કરે ત્યારે રાજકીય નેતા તેઓને બાણ માં લય માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી કાગળો ઉપર તપાસ ની કામગીરી બતાવી અરજી ઓનો નિકાલ કરી દેવામાં આવે છે આજદિન સુધી પંચમહાલ જીલ્લા માં કોઈપણ ભ્રષ્ટાચારી અધિકારી તેમજ એજન્સી ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેથી પંચમહાલ જીલ્લા માં પણ મનરેગા યોજના ઓની તપાસ કરવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એચ ટી મકવાણા જેવા જાંબાઝ અધિકારી ની નિમણૂક કરવામાં આવે તો સાચી દિશામાં તપાસ થાય અને કોઈપણ ચમરબંદી થી ડર્યા વગર નિસ્વાર્થ કામ કરી કરી ભ્રષ્ટાચારી ઓને જેલ ના સળિયા પાછળ ધકેલી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી ભ્રષ્ટાચારી ઓમાં ડર પેદા કરે જેથી ફરી કોઈ સરકારી નાણાં ની ઉચાપત કે ભ્રષ્ટાચાર ના આચરે ત્યારે આજ રોજ તારીખ ૨૫/૭/૨૦૨૫ ના રોજ કાલોલ કોંગ્રેસ દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરવામાં આવી છે કે કાલોલ તાલુકા ના ગામોમાં મનરેગા યોજના માં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી પેમેન્ટ નહિ ચૂકવવા રજુઆત કરવામાં આવી છે .કાલોલ તાલુકા ના ગામોમાં મનરેગા યોજન ના કામો માં વ્યાપક પ્રમાણમાં ભષ્ટ્રીયાર અને ગેરરીતી આચરેલ હોવાથી મનરેગા યોજમા ના સરકારશ્રીના નિયમોનુસાર અને ધારા ધોરણ પ્રમાણે કામો થયેલા નથી જેથી તમામ કામોના નાણાં ચુકવવામાં ના આવે તેવી માંગ કરવામાં છે. તેમ છતાં ચુકવવામાં આવશે તો તે તમામ પ્રકારની જવાબદારી કાલોલ તાલુકા વિકાસ અધિકારી ની રહેશે તેવું લેખિત માં જણાવેલ છે જેથી હવે જોવાનું એ રહયું કે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દાહોદ તેમજ ભરૂચ ની જેમ તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે કે શુ.!?




