
તા.૦૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાને અગ્નિ શમન કેન્દ્ર ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતી કોંગ્રેસ
સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે મુખ્યમંત્રી ને રજુઆત કરાઈ યુવા નેતા જયેશ સંગાડા એ જણાવ્યું કે દાહોદ જિલ્લાનો સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે.લગભગ ૫૬ ગામડાઓ અને એક લાખ જેટલી વસ્તી છે. છાશવારે બનતી આગની ઘટનાઓ ના કારણે નુકશાન થાય છે જીવનું જોખમ પણ ઊભું થાય છે.હાલમાંજ સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક મકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા આખું મકાન ઘરવખરી સાથે બળીને ખાખ થઈ ગયું છે ખૂબ મોટું નુકશાન થયેલ છે. ફાયર બ્રિગેડના અભાવે ખુબ મોટું નુકશાન થયેલ છે.ફાયર સુવિધા હોત તો આ નુકશાન અટકી શકે એમ હતું ભૂતકાળ માં પણ આ રજૂઆત થયેલ હતી પણ સંજેલી ગ્રામ પંચાયત છે નગરપાલિકા ક્ષેત્ર ન હોવાના કારણે અહીંયા ફાયર બ્રિગેડ વસાવી શકાય એમ નથી એવો તર્ક આપવામાં આવ્યો હતો.સંજેલી ગ્રામ પંચાયત આ ફાયર સેફ્ટી વસાવી શકે એટલી સક્ષમ નથી.. જેથી ટ્રાઈબલની ગ્રાન્ટ અથવા તો વિશેષ ગ્રાન્ટ ફાળવણી કરી સંજેલી તાલુકાને અગ્નિ શમન કેન્દ્ર ફાળવવા આવે .ત્રણ ત્રણ ટર્મથી ધારાસભ્ય ચૂંટાય છે. લાખો કરોડોની ગ્રાન્ટ છતાં વિકાસના નામે મીંડુ દેખાય છે..લગભગ ૩૯૨ કરોડ ફાળવી એરપોર્ટ બનાવી રહ્યા છે જ્યારે એરપોર્ટની દાહોદમાં જરૂર નથી એના કરતા આટલા ખર્ચમાં દાહોદના ૯ તાલુકામાં ફાયર સ્ટેશન ઉભું કરવું જોઇએ સંજેલી કોંગ્રેસ યુવા પ્રમુખ રાહુલ માવી,સુખદેવ વસૈયા, રમશુભાઈ હઠીલાં ઉપસ્થિત રહ્યા.




