GUJARATSURENDRANAGARWADHAWAN

આવતીકાલે મતદાનના દિવસે દિવ્યાંગજનોની સુગમતા માટે સુરેન્દ્રનગર જિલ્લાચૂંટણી તંત્રનો સંનિષ્ઠ પ્રયાસ

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ૨૧૩૬ બુથો પર ૧૧૧૪ વ્હીલચેર, ૨૩૭૨ સ્વયંસેવકો ઉપલબ્ધ રહેશે.

તા.06/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ૨૧૩૬ બુથો પર ૧૧૧૪ વ્હીલચેર, ૨૩૭૨ સ્વયંસેવકો ઉપલબ્ધ રહેશે.

આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૦૯ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે આ મતદાન પ્રક્રિયામાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ‘એવરી વોટ કાઉન્ટ્સ’ના ધ્યેય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્ય કરી રહ્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ સહિત તમામ વર્ગના મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી ન અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર મતદાન માટે અગ્રતા, રેમ્પ તથા સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ બુથની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં ૨૧૩૬ બુથો પર ૧૧૧૪ વ્હિલચેર અને ૨૩૭૨ સ્વયંસેવકો સેવા આપશે આવતીકાલે મતદાન દિવસે દિવ્યાંગ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સુગમતા રહે અને શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મતદાન મથક પર વ્હિલચેર, ઘરેથી પિક અપ વાહન તથા સ્વયંસેવકોની સુવિધા કરવામાં આવી છે જે અંતર્ગત ૩૯-વિરમગામ વિધાનસભા મત વિસ્તારના ૩૩૬ બુથો પર ૨૨૪ વ્હિલચેર અને ૨૬૪ સ્વયંસેવકો, ૫૯-ધંધુકા વિધાનસભા મત વિસ્તારમાં ૨૮૩ બુથો પર ૧૭૦ વ્હિલચેર અને ૧૭૦ સ્વયંસેવકો, ૬૦-દસાડા વિધાનસભા મત વિસ્તારમાં ૨૯૪ બુથો પર ૧૪૪ વ્હિલચેર અને ૨૯૪ સ્વયંસેવકો, ૬૧-લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં ૩૧૯ બુથો પર ૧૮૦ વ્હિલચેર અને ૪૪૩ સ્વયંસેવકો, ૬૨-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં ૨૮૧ બુથો પર ૧૨૨ વ્હિલચેર અને ૩૯૫ સ્વયંસેવકો, ૬૩-ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં ૨૯૮ બુથો પર ૧૮૩ વ્હિલચેર અને ૪૨૯ સ્વયંસેવકો, ૬૪-ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં ૩૨૫ બુથો પર ૯૧ વ્હિલચેર અને ૩૭૭ સ્વયંસેવકો એમ મળી કુલ ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં ૨૧૩૬ બુથો પર ૧૧૧૪ વ્હિલચેર અને ૨૩૭૨ સ્વયંસેવકો સેવા આપશે દિવ્યાંગ (મુક-બધીર) મતદાર સરળતાથી મતદાન કરી શકે તે હેતુથી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની વ્યવસ્થા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ વધુમાં વધુ મતદાન થાય અને દિવ્યાંગ (મુક-બધીર) મતદાર સરળતાથી મતદાન કરી શકે તેમજ તેઓને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ (મુક-બધીર) મતદારોને ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)ના જાણકાર તજજ્ઞ શ્રી મહંમદ નહીમ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જેઓનો સંપર્ક નંબર ૮૪૮૭૦૫૭૦૦૫ છે આથી દિવ્યાંગ (મુક-બધીર) મતદારોની ચૂંટણીલક્ષી મદદની જરૂર હોય તો ઉપર જણાવેલ નંબર પર ફોન વિડીયોકોલ દ્વારા માહિતી મેળવી શકાશે દિવ્યાંગ વ્યક્તિઓને મતદાન કરવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે બ્રેઇલ લિપિમાં વોટર ગાઈડ, વોટર સ્લીપ અને બેલેટ પેપરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!