BANASKANTHAGUJARATKANKREJ

થરા ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિરે સવાલાખ બિલીપત્રનો અભિષેક…

થરા ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિરે સવાલાખ બિલીપત્રનો અભિષેક...

થરા ખાતે આવેલ પૌરાણિક શિવ મંદિરે સવાલાખ બિલીપત્રનો અભિષેક…

પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેર ભગવાન ભોળાનાથની આરાધના થઈ રહી છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિના મા રોજ સવા લાખ બિલીપત્ર અને દૂધ નો અભિષેક કરવામાં આવી રહ્યો છે એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ ગોવાળો સાથે મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે અહીં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું તે દરમ્યાન સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગની અહીં સ્થાપ ના કરી ગ્વાલિનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું. ત્યાર ની ધાર્મિક આસ્થા સાથે સ્થાનિકો અને સમસ્ત ગુજરાત ભરના ભાવિકો ભગવાન શિવને શ્રાવણ માસ ના સોમવારે અને આ મહિના માં હજારો બિલીપત્ર અને દૂધ સહિતના દ્રવ્યોનો અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે.આ પ્રસંગે સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીજીબાપુ એ જણાવ્યું હતું કે થરા ખાતે આવેલ પૌરાણિક ગ્વાલિનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં સવાલાખ બિલીપત્ર અને દૂધનો અભિષેક કરવામાં આવે છે અને ભગવાનને જગતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!