આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં કોસ્ટેબલની લેખિત પરીક્ષા તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરાયું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રમુખ ધીરજકુમાર

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં કોસ્ટેબલની લેખિત પરીક્ષા તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરાયું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પ્રમુખ ધીરજકુમાર શાહની પ્રેરણા દાતાઓના સહયોગ પ્રિ.ડૉ.ડી. એસ.ચારણના દ્રષ્ટિવંત નેતૃત્વ નીચે પોલીસ કોસ્ટેબલની લેખિત પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ વર્ગ નું ઉદ્ઘાટન ૨૯મી એપ્રિલ ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું. પ્રિન્સિપાલ ના જણાવ્યા મુજબ કોલેજ માં ગરીબ અને મધ્યમ વર્ગ ના બાળકો અભ્યાસ કરે છે.ગુજરાત સરકાર દ્વારા પોલીસ કોસ્ટેબલ માટે જેણે ગ્રાઉન્ડ પાસ કરેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે રોજગારી મળે તેવા ઉમદા હેતુથી કોલેજના ટ્રસ્ટી મયંકકુમાર ઝવેરીના આર્થિક સહયોગથી નિઃશુલ્ક રીતે આ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમ વર્ગ ૪૫ દિવસ સુધીમાં ચાલશે. આ વર્ગમાં તજજ્ઞ લાલજીભાઈ ચૌધરી અને તેના સ્ટાફના અન્ય તજજ્ઞો પરીક્ષાના અભ્યાસ ક્રમ મુજબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.૧૦૦ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.તાલીમ વર્ગનો લાભ લેવા દરેક વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





