આજે તારીખ 26 નવેમ્બર 2025 ના રોજ ખત્રી વિદ્યાલય માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધા માં ભાગ લીધો હતો. પ્રાર્થના સભામાં તમામે બંધારણ પ્રતિજ્ઞા લઈ ગૌરવની લાગણી દર્શાવી.ધોરણ 12 ની વિદ્યાર્થીની ખત્રી સાનિયા વસીમભાઈ એ ભારતના બંધારણની વિશિષ્ટતા વિશે માહિતી આપતા જણાવ્યું કે ભારત ના બંધારણ ને બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસોમાં કુલ ૧૬૬ બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી . બંધારણ પ્રક્રિયામાં દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગત પૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું.પ્રથમ બંધારણ અંગ્રેજીમાં કોલકત્તામાં પ્રેમબિહારી દ્વારા હસ્તલિખિત અને દરેક પાન પર નંદલાલ દ્વારા ચિત્રો તૈયાર કરાયા જે આજે મૂળ સ્વરૂપે સંસદની લાઇબ્રેરીમાં સલામત છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું અને લેખિત બંધારણ છે. જે દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર દ્વારા શાળાના આચાર્ય શ્રી યુ વાય. ટપલા એ સન્માનિત કર્યા હતા.