GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી તાલુકામાં રૂ.5,12 કરોડના ખર્ચે અધ્યતન સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ કાર્ય પુરજોશમાં

તા.13/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક આશરે રૂ.૫.૧૨ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનાર સરકારી કુમાર છાત્રાલયની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે આ અદ્યતન છાત્રાલયના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે નવા બની રહેલા આ છાત્રાલયમાં ૧૦૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે આ છાત્રાલયને સંપૂર્ણપણે અધ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે તેમાં વિશાળ અને વેન્ટિલેટેડ રૂમ્સ, સ્વચ્છ ભોજનકક્ષ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરણા મળે તેવું શાંત વાતાવરણ પૂરું પાડવામાં આવશે આ સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત રહેઠાણ અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવાનો છે આ છાત્રાલયનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે નિર્માણ કાર્યમાં ગુણવત્તા જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ સરકારી કુમાર છાત્રાલય લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદ રૂપ બની રહેશે શહેરના કેન્દ્રીય સ્થળે રહીને કોઈપણ ચિંતા વિના, તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે સ્થાનિક સ્તરે આ પ્રકારની ઉત્કૃષ્ટ સુવિધાની ઉપલબ્ધતાથી શિક્ષણનું સ્તર ઉંચું આવશે અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડાશે.

Back to top button
error: Content is protected !!