સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે રૂ.16 કરોડનાં ખર્ચે પોલીસ આવાસનુ ખાતમુહૂર્ત
રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે નવા પોલીસ આવાસોનુ ભૂમિપૂજન કરાયું, પોલીસ જવાનોના કલ્યાણ અને સુરક્ષા માટે રાજ્ય સરકારની મહત્વની પહેલ

તા.22/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે નવા પોલીસ આવાસોનુ ભૂમિપૂજન કરાયું, પોલીસ જવાનોના કલ્યાણ અને સુરક્ષા માટે રાજ્ય સરકારની મહત્વની પહેલ, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે પોલીસ પરિવારોની સુવિધામાં વધારો કરવાના હેતુથી રૂ. ૧૬ કરોડના ખર્ચે નવા પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત નાણાં અને પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પી. કે.પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી નાણાં અને પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરાનારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું ‘મોડર્નાઈઝેશન ઓફ પોલીસ ફોર્સ’ અંતર્ગત અંદાજે રૂ.૧૬ કરોડના ખર્ચે કોન્સ્ટેબલ અને પીએસઆઈ કક્ષાના કર્મચારીઓ માટે આધુનિક આવાસ અને નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની શાંતિ અને પ્રજાના સુખ માટે ૨૪ કલાક કાર્યરત પોલીસ જવાનોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે માલવણ ખાતે નિર્માણ પામનારા આ આવાસો પાર્કિંગ ગાર્ડન અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે જે પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પોલીસ વિભાગના માળખાગત વિકાસ માટે કટિબદ્ધ છે રાજ્યભરમાં પોલીસ જવાનોને વહેલી તકે ગુણવત્તાયુક્ત આવાસો મળી રહે તે લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે આ નવા આવાસોથી આ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તમામ પોલીસ જવાનોને ખાતરી આપતાં જણાવ્યું હતું કે સરકાર આપના કલ્યાણ માટે હંમેશા તત્પર છે આ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને તેનો લાભ જલ્દીથી મળશે આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જનતાની સુરક્ષા માટે તૈનાત રહે છે ત્યારે તેમને અને તેમના પરિવારને ઘર જેવું સુરક્ષિત વાતાવરણ મળે તે સરકારની પ્રાથમિકતા છે ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે આ ખાતમુર્હુતથી પોલીસ જવાનોના જીવન ધોરણમાં સુધારો આવશે વધુમાં તેમણે પાટડી વિધાનસભા મતવિસ્તારમાં આગામી વિકાસ કાર્યો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે માલવણ પોલીસ સ્ટેશન પાસે લાંબા સમયથી પોતાની બિલ્ડીંગ નહોતી અને સાથે જ પોલીસ કર્મીઓને રહેવા માટે અહીં પોલીસ લાઈનની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી અહીં ૨૪ પોલીસ આવાસ તથા એક પીએસઆઈ ક્વાર્ટર મંજૂર થઈને તેનું કામ પણ ઝડપથી શરૂ થઈ ગયું છે આ પોલીસ સ્ટેશન ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે કારણ કે તે કચ્છના હાઈવે પર આવેલું છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન પટેલ, અગ્રણી દિલીપભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત, નિકુંજ પટેલ, પીઆઇ મહેશ બાંમબા સહિત મોટી સંખ્યામાં પોલીસ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



