GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સરકારી શાળામા વીર સાવરકરના ટી શર્ટ વિદ્યાર્થીઓને પહેરાવાતા વિવાદ સર્જાયો

ટીશર્ટ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર કયૉ આક્ષેપો ગાંધીજી અને સરદાર પટેલના ઇતિહાસને ભુસવાનો પ્રયાસ : ઋત્વિક મકવાણા

તા.14/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી-શર્ટ પહેરાવતા વિવાદ સર્જાયો

કોંગ્રેસના લાલજી દેસાઈ શાળાના આચાર્યને ખખડાવ્યા

કોઈ દાતાએ ટીશર્ટ આપી પહેરાવી હોવાનો આચાર્યનો સ્વીકાર

ટીશર્ટ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર કયૉ આક્ષેપો ગાંધીજી અને સરદાર પટેલના ઇતિહાસને ભુસવાનો પ્રયાસ : ઋત્વિક મકવાણા

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી શર્ટ પહેરાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે કોંગ્રેસે શાળાના બાળકોના મનમાં ગાંધીજી સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા માંગતી હોવાનો આરોપ લગાવ્યો હતો ચોટીલામાં 10 હજાર ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોટીલાના કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ કહ્યુ કે, ચોટીલા તાલુકાના સાંગાણી ગામ આગળથી ન્યાયયાત્રા પ્રસાર થતી હતી આ દરમિયાન સરકારી શાળાની તિરંગા યાત્રા પ્રસાર થઇ ત્યારે ધ્યાનમાં આવ્યું કે શાળાના બાળકોએ કેસરી કલરના ટી શર્ટ પહેરેલા હતા કેસરી કલર સાથે કોઇ વાંધો નથી પણ નજીકથી જોયું તો સાવરકરની તસવીરો હતી સ્વાભાવિક રીતે પૂછતા જાણવા મળ્યું કે સમગ્ર તાલુકામાં 10 હજાર ટી શર્ટનું વિતરણ સંસ્થાના નામે રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે ઋત્વિક મકવાણાએ વધુમાં કહ્યું કે, રાજ્યની સરકાર એક બાજુ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વાત કરે, સરદાર પટેલની વાત કરે બીજી બાજુ મહાત્મા મંદિરની વાત કરે અને પડદા પાછળ કંઇક જુદો જ ખેલ ચાલી રહ્યો છે ગાંધીના ગુજરાતમાંથી ગાંધી-સરદારનું નામ મીટાવી સાવરકરને હીરો સાબિત કરવા માટેનો પડદા પાછળનો ખેલ ચાલી રહ્યો છે તેના પર તાત્કાલિક પગલા લેવા જોઇએ ફરિયાદ થવી જોઇએ અને આ વિતરણ કરનાર કોણ છે તેની પણ તપાસ કરવી જોઇએ આપણા રાષ્ટ્રીય હીરો આજે પણ ગાંધી અને સરદાર છે ગાંધી અને સરદાર હતા અને આવનારા સમયમાં પણ ગાંધી અને સરદાર જ રહેવાના છે તમે ગમે તેટલી મહેનત કરો ગુજરાતમાંથી ગાંધી અને સરદારનું નામ ભૂસી શકો તેમ નથી.

Back to top button
error: Content is protected !!