થરાદ માર્કેટ યાર્ડ ખાતે સહકારીતા સેલ ગુજરાત પ્રદેશ સંમેલન યોજાયુ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જત સ ગુજર ા સંવેલન અધ્યક્ષ ચૌધરીએ જણાવ્યું કે, ખરીદ કરતી સંસ્થાઓ માટેના પરિપત્ર અંગે તેમણે સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે વાતચીત કરી છે. ગુજકોમાસોલ અને અન્ય સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે ખેતીના પાકમાં થયેલા નુકસાનનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે.
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, જો કોઈ ખેડૂતને બે કે ત્રણ ખેતર હોય અને તેમાંથી એક ખેતરમાં પાકને નુકસાન થયું હોય, તો પણ તેના અન્ય ખેતરોમાં પાકેલી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ રાજ્ય સરકારનો ખેડૂતો પ્રત્યેનો ઉદાર નિર્ણય છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સરકારીતા દુલા ગુજરાત પ્રદેશ સંમેલન આ સંમેલનમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, સ્થાનિક ખેડૂતવર્ગ, સહકારી આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પગલું સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફ ગુજરાતની વિકાસયાત્રામાં નવો માઈલસ્ટોન સાબિત થશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ ખાતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાક નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને વળતર મળશે અને તેમની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે.




