BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ના મેળામાં જિલ્લા પોલીસ વડા 500 સીસી ટીવી કેમેરા દ્વારા નિગરાની રાખી રહ્યા છે

1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજી કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે ભાદરવી પૂનમનો મેળો પ્રતિ વર્ષ ભરાતા ભાદરવી પૂનમના મેળામાં આ વખતે યાત્રિકોની સુરક્ષાને લઇ પોલીસે થ્રિ લેયરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે સમગ્ર મેળા વિસ્તારમાં 500 સીસીટીવી કેમેરા સમગ્ર મેળાની હલચલ ઉપર નજર રાખી રહ્યા છે અલાયદા ઉભા કરાયેલા પોલીસ કંટ્રોલ રૂમમાં જિલ્લા પોલીસવડા દ્વારા સમયાંતરે સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લેતા જોવા મળ્યા હતા આમ પોલીસ કર્મીઓ સાથે જિલ્લાના જિલ્લા પોલીસવડા પણ સીસીટીવી ઉપર સતત વોત્ચ રાખી રહ્યા છે એટલુંજનહિ પોલીસની વિવિધ પાંખ ગણાતી SOG,QRT,BDDS એન્ટી ચૈન સ્કેચિંગ ટિમ સાથે સિવિલિયન ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ આ મેળામાં ફરજ બજાવી રહ્યા છે આજે ખુલ્લા મુકાયેલા પોલીસ કંટ્રોલરૂમ ને લઇ મેળો સુખરૂપે પાર પડે તેવી જિલ્લા પોલીસવડા
પ્રશાંત સુમ્બે (જિલ્લા પોલીસવડા,બનાસકાંઠા)એ આશા વ્યક્ત કરી હતી

Back to top button
error: Content is protected !!