GUJARATKUTCHMANDAVI

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન બેઠક રવિવારે સોમનાથ ખાતે યોજાશે.

રાજ્ય સંઘ તરફથી દાદાને ધ્વજા ચઢાવાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-18 માર્ચ  : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સમિતિની બેઠક આગામી તા. ૨૩ માર્ચ, રવિવારના બપોરે ૧ કલાકે ઉમા અતિથિ ગૃહ , કડવા પટેલ સમાજવાડી, સોમનાથ મુકામે યોજાશે. રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાનાર આ સંકલન સભામાં રાજ્યના તમામ જિલ્લા સંઘોના પ્રમુખ, મહામંત્રી તેમજ રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કચ્છ જિલ્લામાંથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહિર, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને ઉપપ્રમુખ વિલાસબા જાડેજા આ બેઠકમાં ઉપસ્થિત રહી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો રજૂ કરશે. સંકલન સભા પૂર્વે રાજ્યસંઘ તરફથી સોમનાથ દાદાને સવારે ધ્વજા ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

સંકલન બેઠકમાં રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો જેવા કે સને. ૨૦૦૫ પહેલાંના શિક્ષકોના જૂની પેન્શન યોજનાના વિગતવાર પત્ર અંગે , સને ૨૦૦૫ પછીના શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા ,સને. ૨૦૨૩-૨૪માં બદલી પામે શિક્ષકોને ૧૦૦% છુટા કરાવવા, વિદ્યાસહાયક ભરતી થયા બાદ તમામ ખાલી જગ્યા ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા,

બદલીના નિયમોમાં સુધારા કરવા સહિતના પ્રશ્નો અંગે સંકલન સમિતિના સભ્યો સાથે પરામર્શ કરી આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે તેવું રાજ્યસંઘના મહામંત્રી જૈમિન પટેલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!