તા.૨૭.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામમાં નળશે જળ નો ભ્રષ્ટાચાર જોવા મળ્યો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામમાં છેલ્લા કેટલાય સમયથી નળ તો છે પણ જળ નથી જ્યારે ગામના આગેવાનો પાણી ની રજુઆત લઈને પાણી પુરવઠા વિભાગ દાહોદ તેમજ ઝાલોદ પહોચ્યા ત્યાં તુછડા જવાબ આપી ખોટા વાયદા કરી બહાના બનાવી મોકલી દેવામાં આવે છે. વાસ્મો કંપની નો કુવો કોમ્યુનિટી હોલ પાસે આવેલો છે.મીટર અને મોટર વાસ્મો કંપનીનાં જોડાણ કરેલા છે. મીડિયા નાં માધ્યમ થી પૂછવામાં આવતા ખાખરીયા ગ્રામ પંચાયત ના ઓપરેટર કોણ છે તે આજ દિન સુધી ગામનાં લોકો ને ખબર નથી.છેલ્લા દોઢ વર્ષથી ખાખરીયા ગામમાં નળમાં પાણી આવતું નથી વાસ્મો કંપનીના કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી ખાખરીયા ગામમાં આવે છે.પણ સરપંચ, ડેપ્યુટી સરપંચ, કે ગામના સભ્યોને ,કે તલાટી કમ મંત્રીને પણ મળ્યા નથી અને બારોબાર સરકારના નાણાનો વ્યવહાર કરે છે .અહીંયા વાસ્મો કંપની દ્વારા છેલ્લા દોઢ વર્ષ થી રીપેરીંગ નાં નામે 7લાખ, 99હજાર, બસ્સો ચોત્રીસ, રૂપિયા ઉપાડી લીધા. ખાખરીયા ગામમાં નળ તો આવ્યા જ નથી. તો રીપેરીંગ શેનું કર્યું ? ખાખરીયા ગ્રામ પંચાયતમાં 65 ટકા જેટલું નળશે જળનું કામ જોવા મળ્યું. અહીંયા હાલ પાણી માટે લોકો વલખા મારે છે. ગામના લોકો કુવા કોતેડામાં જઈ માથે ઉચકી અડધો કિલો મીટર ચાલી ને પાણી લાવે છે ગુજરાતમાં નળશે જળ જે યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી પણ એ કાગળ ઉપર જ છે આવા કેટલાય ગામ પાણી વિના તરસી રહ્યા છે. સરકાર દાવા કરે છે નળશે જળ ઘર ઘર નળ પણ જળ તો કોઈ જગ્યાએ છે જ નહીં.? શું ખાખરીયા ગામમાં નળ આવશે કે કેમ ? તે જો રહ્યું