
તા.૨૭.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ વોર્ડ નંબર.૧ ના કાઉન્સીલર લખનભાઈ રાજગોર દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવ્યુ
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આશરે ૩૦,૦૦૦ જેટલી વસ્તીમાં કડાણા ડેમમાંથી આશરે ૮૪ કિ.મી.પાઈપ લાઈનથી પાણી પુરવઠો આપવામાં આવે છે કડાણા ડેમમાંથી છેલ્લા ઘણા સમયથી અનેકો કારણોસર ગોદી રોડ વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો નથી.તેમજ ગોદી રોડ વિસ્તારમાં ૮ થી ૧૦ દિવસ સુધી પાણી સપ્લાય આપવામાં નહી આપતા ગોદી રોડની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે.તેમજ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા પાણી પુરવઠો ગોદી રોડની પ્રજાને નિયમિત ન મળતો હોય તે અંગે જરૂરી ટેન્કર દ્રારા 



