વઢવાણ પુત્રવધુએ સાસુ સામે કરેલો રૂ. ૨.૭૦ લાખના ચેક રિટર્નનો કેસ કોર્ટે ફગાવ્યો

તા.13/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સાસુને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી અદાલત, કૌટુંબિક વિખવાદમાં ખોટી ફરિયાદ કરાઈ હોવાનું સાબિત થયું
વઢવાણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્નના એક ચકચારી કેસમાં મહત્વનો ચુકાદો આપતા આરોપી સાસુ હેમલતાબેન દવેને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે પુત્રવધુએ સાસુ સામે કરેલી ૨,૭૦,૦૦૦ રૂપિયાના ચેક રિટર્નની ફરિયાદમાં કોઈ તથ્ય ન જણાતા અદાલતે આ નિર્ણય લીધો છે શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ, ફરિયાદી પુત્રવધુએ એવી ફરિયાદ દાખલ કરી હતી કે તેણે કોરોના કાળ દરમિયાન પોતાની સાસુ હેમલતાબેનને ફોર-વ્હીલ ગાડી લેવા માટે રૂ. ૨,૭૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમના બદલામાં સાસુએ ચેક આપ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પુત્રવધુએ પોતાના પિયર વઢવાણ આવ્યા બાદ આ ચેક બેંકમાં જમા કરાવ્યો હતો જે રિટર્ન થયો હતોવબચાવ પક્ષની ધારદાર રજૂઆત
આ કેસમાં આરોપી સાસુ વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી બીનાબેન આર. નિમાવત રોકાયા હતા તેમણે અદાલતમાં પુરાવાઓ સાથે દલીલ કરી હતી કેવફરિયાદી પુત્રવધુએ પરિવારને હેરાન કરવાના આશયથી આ ખોટી ફરિયાદ કરી છે સાસુએ કોઈ પણ રકમ હાથ ઉછીની લીધી ન હતી પરંતુ ચેકનો દુરુપયોગ થવાની આશંકા જણાતા અગાઉથી જ બેંકમાં ‘પેમેન્ટ સ્ટોપ’ની સૂચના આપી દીધી હતી પુત્રવધુ દ્વારા અગાઉ પણ પરિવારના સભ્યો સામે અન્ય ખોટા કેસો કરવામાં આવ્યા છે અદાલતનો ચુકાદો બચાવ પક્ષના એડવોકેટ બી.આર. નિમાવતની વિગતવાર ઉલટ-તપાસ, સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેતા અદાલતને જણાયું હતું કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ ટાંકીને વઢવાણના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે હેમલતાબેન દવેને ભરી અદાલતમાં નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.




