વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
બિદડા ના બાજુના ગામડાંઓ હસ્તકકલા કારીગરો ઉત્સાહ નો માહોલ છવાયો.
આપણી કચ્છી હસ્તકલા સાંસ્કૃતિના નાના કારીગરો મા મોટો ઉત્સાહ જોવા મળ્યો.
માંડવી, તા-૩૦ એપ્રિલ : માંડવી તાલુકા ના બિદડા મધ્યે Crafts of Kutch CFC કચ્છી હસ્તકલા સેન્ટર નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મા EDII-અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રા ના મહેમાન શ્રીઓ, એવા વિજયંત રંજન -સી. ઇ.ઓ ટાટા પાવર મુન્દ્રા, સ્નેહલ બુચ, સી.એસ.આર/ સીવીલ હેડ ટાટા પાવર મુન્દ્રા,અતુલભાઈ કરવાતકર.સીએસઆર હેડ ટાટા પાવર મુન્દ્રા,કાવ્યા સકસેના ડાયરેક્ટર ખમીર, મીના રાસ્તે મેન્ટર-સ્થાપક કસબ-ભુજ, રમેશભાઈ ગોર VRTI માંડવી, પરેશભાઈ માંગલીયા પ્રોડક્શન ડાયરેક્ટર ખમીર, મિલાપ વૈષ્ણવ RSETI વગેરે મહેમાનશ્રીઓ આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાન શ્રીઓ ને કચ્છી સ્ટોલ થી સન્માનિત કર્યાં હતા.
ટાટા પાવર મુન્દ્રા ના સી. ઇ.ઓ શ્રી વિજયંત રજન એ આ કાર્યક્રમ અંતર્ગત પધારેલ લોકોને અને કચ્છી હસ્તકલાના કારીગરો ને આગાડ વધવા પ્રોતશાહિત માહિતગાર કર્યા હતા, અને સાથે Crafts of kutch CFC સેન્ટર નુ ઉદ્ધાટન તેમના હસ્તે કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમ મા વણકર હિતેશભાઈ મારવાડાએ એ પોતાનુ મંતવ્ય રજુ કર્યું હતુ કે અમે બિદડા ગામ ના બાજુના ના ફરાદી ગામ મા રહીએ છીએ, અમે કચ્છ સાંસ્કૃતિક હસ્તકલાઓ મા કચ્છી સાલ, સ્ટોલ, સાડી, કચ્છી ગોદડાઓ, જેવી હાથ વણાટ ની વસ્તુઓ બનાવીયે છીએ અને અમારી પાસે પાંચ થી આઠ બહેનોને રોજી મળી રહે છે તે બહેનો આભલા ભરવાનુ કે કુમકા બાધવાનુ કે અનેક નવી વની હસ્તકલાની પ્રવૃતિઓ કરતી હોય છે. સાથે જણાવેલ કે EDII અને ટાટા પાવર મુન્દ્રા તરફથી અમોને સારુ એવુ પ્રતિસાદ મળી રહેલ છે એમના થકી અમે દેશ વિદેશ અમારી હસ્તકલાની કારીગરની ગુંજ જોવા મળે છે સાથે કચ્છ બહાર યોજાતા મેડાઓ મા અમે મુંબઈ, હૈદરાબાદ, દિલ્લી, બેંગલોર, જેવી આંતરરાષ્ટ્રીય શહેરો મા અમે લોકો વેપાર અર્થે જઈ શકીએ છીએ તે માટે અમો EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રા ના આભારી છીએ. હવે અમારી કારીગરી થી બનેલ કચ્છી હસ્તકલાની અવનવી વસ્તુઓ Crafts of kutch CFC સેન્ટર બિદડા મધ્યે મળી રહેશે જેથી અમોને વેપાર સાથે રોજી મડી રહેશે તે બદલ EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રા નુ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યું હતુ. સાથે મોટા ભાડીયાના રમીલાબેન ડાંગેરાએ પણ પોતાની કલાઓ ની નાની એવી જાણકારી આપી હતી અને અન્ય બહેનોને પણ જાગૃત કર્યાં હતાકે તમો પણ ઘરથી બહાર નીકળો અને આપણી સાંસ્કૃતિક પ્રવૃતિઓ મા ભાગ લઈ ને દેશી બનાવટ થી બનતી કલાઓ પર રોજી કમાવી શકો છો સાથે જણાવેલ કે હુ હાલ દર મહીને વીસ થી પચીસ હજાર કમાવી સકુ છુ તો તમે પણ આવી આવક કમાવી સકો છો સાથે જણાવેલ કે Crafts of kutch CFC સેન્ટર બિદડા મધ્યે અમો કારીગર હસ્તક કલાઓ ની હેન્ડીગ્રાફ નુ કામ કરતી બહેનો સાથે મળીને EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રા ના સહયોગ થી આજ રોજ સેન્ટર ખુલ્લુ મુકાયુ હતુ અને હવે અમારી હાથે બનાવેલ અવનવી કચ્છી સાંસ્કૃતિક ની વસ્તુઓ મળી રહેશે તો અમારી પણ રોજી ની દિશા ખુલી થઈ ગયેલ છે તે ખુશી થી EDII અમદાવાદ અને ટાટા પાવર મુન્દ્રા નુ ખુબ આભાર વ્યકત કર્યો હતો.
EDII- ટીમ ભુજ અને બિદડા ના કારીગર વ્યક્તિ એવા રમીલાબેન ડાંગેરા, હિતેશભાઈ મારવાડા, મીરાબેન લવેશભાઈ, સોનીબેન રાયમલભાઈ રબારી, લક્ષ્મીબેન રબારી, હીરાબેન ગઢવી, દિપકભાઈ, શૈલજાબેન,હેતલબેન, રંજનાબેન વગેરે EDII ટીમ ના ઉચ્ચકક્ષા ના કર્મચારીઓ સાથે ટાટા પાવર મુન્દ્રાના નિરુબેન રાસતેદ, પ્રવીણભાઈ ઉકાણી, હકુભા ઝાલા આ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નુ સંચાલન EDII ના સચીનભાઈ મહેશ્વરી એ કર્યું હતુ અને આભાર વિધિ આનંદભાઈ નંદાનીયા એ કરી હતી.




















