ભરૂચ શહેરમાં આવેલી ખુશ્બુ પાર્ક સોસાયટી રહેતા મિસ્ત્રી પરિવારનો પુત્ર ઘેરથી સ્કૂલ જવાનું કહી નીકળતા ભૂલો પડી ગયો હતો.તે બાળક એબીસી ચોકડી પર ટ્રાફિક જવાનને મળતા શહેર ટ્રાફિક પીઆઈએ તેના પિતાનો સંપર્ક કરીને મિલન કરાવ્યો હતો.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં ખુશ્બુ પાર્ક સોસાયટી આવેલી છે જેમાં નિસાર એહમદ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે.આજ રોજ તેમનો નાનો પુત્ર મહોમ્મદ રેહાન ઘેરથી સ્કૂલે જવાનું કહી નીકળતા ભૂલો પડી જતા તે એબીસી ચોકડી પહોંચી ગયો હતો.આ સમયે ત્યાં ફરજ બજાવતા એક ટ્રાફિક બ્રિગેડના જવાનની તેના પર નજર પડતા તેની પૂછતાછ કરતા તે ભૂલો પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી ટ્રાફિક બ્રિગેડ જવાને તે અંગેની જાણ તેમના શહેર ટ્રાફિક પીએસઆઈ એન.આર.પાથરને કરતા બાળક રેહાનને પાંચબત્તી સ્થિત આવેલી પોલીસ ચોકી ખાતે લાવી તેની પૂછપરછ કરી તેના પિતાનો મોબાઈલ નંબર અને સરનામું પૂછી તેના પિતાનો સંપર્ક કરી પાંચબત્તી ખાતે બોલાવી તેના પિતાને સુપ્રત કર્યો હતો. આ સમયે પોતાના બાળકને હેમખેમ જોતા જ પિતાની ખુશીનો કોઈ પાર રહ્યો ન રહ્યો હતો તેમણે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.



