AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સફળતા પૂર્વક સંપન્ન…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

‘પ્રગતિશીલ દેશ નહી હોતા ધન કે ભરે ખજાનો સે, પ્રગતિશીલ દેશ નહી હોતા મોટર વાહનો સે, પ્રગતિશીલ દેશ હોતા હૈ પ્રગતિશીલ યુવાનો સે’ આ યુક્તિને સાર્થક કરતા, ડાંગના યુવાનોની સર્વાંગીણ પ્રગતિ થાય તથા તેમના સદભાવના, સદ્વિચાર, ભાઈચારો, અને ખેલદિલીના ગુણો વિકસે તેવા આશય સાથે શ્રી તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે ટી.પી.એલ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરાયુ હતું. આ ટુર્નામેન્ટમાં ડાંગના ગ્રામીણ ક્ષેત્રમાંથી ૧૬ જેટલી ટીમોએ ઉત્સાહકપૂર્વક ભાગ લીધો હતો.  ફાઈનલ મેચ વાંગણ અને સાકર પાતાળની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં વાંગણ ગામના યુવાનો વિજેતા થયા હતા. વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સંસ્થા સ્થાપક પૂ.હેતલદીદી તથા પૂ.કેતનદાદાના સાનિધ્યમાં યુવાનોએ ખૂબ આનંદ ક્યોં હતો. ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ, શ્રી હરિભાઈ, શ્રી સંજયભાઈ, શ્રી ચેતનભાઈના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સર્વશ્રી વિનયભાઈ, જીતેશભાઈ, અશ્વિનભાઈ, યોગેશભાઈ, કલ્પેશભાઈ વિગેરેનું ખુબ મોટું યોગદાન રહ્યું હતું. યુવાનો તથા ક્રિકેટપ્રેમીઓ, અને ગ્રામજનોને ભોજન અને નાસ્તાથી સંતુષ્ટ કરાયા હતા. શ્રી મોહનભાઈ તથા તેજસ્વીની ધામના પરિવારજનોએ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!