સંસ્કૃતિ-પરંપરા-વિકાસના માર્ગદર્શન અપાયા
ઝાંખરની હાઇસ્કૂલમાં નવરાત્રીની ભાવપુર્વક ઉજવણી થઇ
જામનગર ( ભરત ભોગાયતા)
ઝાંખર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્છતર માધ્યમિક શાળા માં નવરાત્રીના પાવન અવસરે તારીખ ૩૦/૦૯/૨૦૨૫ ના રોજ ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો
કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી તથા દિવ્ય ગાયન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સી.એ. હરદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા અને તેમણે વિદ્યાર્થીઓને સંસ્કૃતિ અને પરંપરાની મહત્તા વિષે માર્ગદર્શન આપ્યું. તેમજ અતિથિ વિશેષ તરીકે સરપંચ શ્રી ભુપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા અને તેમણે શાળાના વિકાસ માટેના પોતાના અમૂલ્ય વિચારો રજૂ કર્યા.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ગામ ના ઉપસરપંચ શ્રી અનોપસિંહ જાડેજા તથા ગામના અગ્રણીઓ શ્રી ચંદુભા જાડેજા, નાનભા જાડેજા, પી. એમ. જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, અનોપસિંહ ચુડાસમા, બળવંતસિંહ વાઘેલા, પ્રવિણસિંહ રમસંગ જાડેજા, પ્રવિણસિંહ જાલમસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા (નયારા) તથા ગામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમ શાળાના આદરણીય પ્રિન્સિપાલ શ્રીમતી પાયલબેન પરમારના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો. વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ રંગારંગ ગરબા રાસ, ગીતો અને નાટ્ય પ્રવૃત્તિઓ રજૂ કરી સૌના દિલ જીત્યા.
આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સાહિત્ય અને સ્નેહભાવના વિકસે છે – એવો સંદેશો આ કાર્યક્રમ દ્વારા પાઠવાયો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના શિક્ષકો અંકિતભાઈ, રાજેશભાઈ, ગોપાલભાઈ, સોભાનાબેન, દિવ્યબેન અને પાયલબેન ઠાકુર એ જહેમત ઉઠાવેલ. તેમ જામનગર બ્રાન્ચ ઓફ આઈ. સી. એ. આઈ. ના ચેરમેન સી. એ. હરદીપસિંહ જાડેજા જણાવે છે
____________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
પત્રકાર
(ગવર્મેન્ટ એક્રેડેટ)
8758659878