સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
તાહિર મેમણ – આણંદ – 14/10/2024 – લોકના જીવનધોરણને ઊંચા લાવવા માટે અનેકવિધ યોજનાઓનો શરૂ કરવામાં આવી છે
આ યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોચાડવામાં પણ તંત્ર સફળ થયું છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા તા.૭ ઓકટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીને લોકો સુધી યોજનાકિય લાભો પહોચાડવાનો સતુત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત આણંદ જિલ્લામાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ આયોજન હેઠળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા તથા નિબંધ લેખનની સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાચા અર્થમાં દેશ માટેના વિઝનને વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ લેખન થકી ચરિતાર્થ કર્યો હતો.




