દાહોદ તાલુકાના ખંગેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાસુ વહુ સંમેલન યોજવામાં આવ્યું

- તા.
૧૧. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન
દાહોદ તાલુકાના ખંગેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાસુ વહુ સંમેલન યોજવામાં આવ્યું
આજ રોજ તારીખ ૧૧. ૦૭. ૨૦૨૪ ના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંતર્ગત માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખંગેલા ખાતે સાસુ -વહુ સંમેલન , સગર્ભા બહેનો તેમજ લાયક દંપતિ ની લઘુ શિબીરનું આયોજન કરવામાં આવ્યું. તેમજ પ્રા. આ. કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ.અવિનાશ ડામોર, આયુષ તબીબ ડૉ.પ્રહલાદ બડદવાલ અને તમામ સ્ટાફ દ્વારા વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે વિસ્તારથી સમજ આપવામાં આવી કાયમી તેમજ બિન કાયમી વસ્તી નિયંત્રણ (સ્ત્રી અને પુરૂષ માટે) ની પદ્ધતિઓ વિષે અને કુંટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવાર લાભાર્થીને મળતા લાભો વિષે ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા બે બાળકો વચ્ચે ત્રણ વર્ષ નો ગાળો રાખી સુખી દાંપત્ય જીવન જીવવા માટે સગર્ભા બહેનો ને સમજાવવામાં આવ્યા


૧૧. ૦૭. ૨૦૨૪

