ચોટીલાના મેવાસા સુખસરની શિકાર કરવા નીકળેલ ઈસમ બંદૂક ફેંકી ફરાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

તા.29/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે લીંબડી ડીવાયએસપી વી એમ રબારી સાહેબ તથા પીઆઈ ચોટીલા નાઓના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.સ્ટેના સર્વેલન્સ સ્કોર્ડના પો.હેહકો ધનરાજસિંહ વાઘેલા તથા પોલીસ સ્ટાફના માણસો ચોટીલા પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો. આલાભાઇ રોજીયા તથા વજાભાઇ ભવાનભાઇ સાનીયા નાઓને બાતમી હકિકત મળેલ કે ચોટીલા સુખસર તથા મેવાસા ગામની વચ્ચે આવેલ બગલીયા ડુંગર તરીકે ઓળખાતા વીડમાં એક ઇસમ રમેશભાઇ ઉર્ફે જોગી નાથાભાઇ રાવળ રહે નીનામાં સાયલા વાળો પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુક રાખી આટા ફેરા મારેછે જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા સુખસર તથા મેવાસા ગામની વચ્ચેના બગલીયા ડુંગર વીડ વિસ્તારમાં માંથી મજકુર ઇસમ સદરહુ દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદુકનો ધા કરી નાશી જઇ બંદુકની કિ.રૂ.૨૦૦૦ ગણી હથીયાર ધારાનો કેસ શોધી કાઢી મજકુર ઇસમ વિરૂધ્ધ ચોટીલા પો.સ્ટે.ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.




