DEVBHOOMI DWARKAGIR SOMNATHGUJARATJAMNAGARKUTCHMANDAVI

‘બિપરજોય’ વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે!

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘બિપરજોય’ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 460 કિલોમીટર દૂર છે. જેના પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર વાવાઝોડાના પગલે સજ્જ થઈ ગયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી મનાઈ રહ્યું છે. તેમ હવામાન વિભાગને જણાવ્યું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે પવન સાથે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.

બિપરજોય’ વાવાઝોડાથી ભારે વરસાદ અને અસરગ્રસ્ત થાય તેવી સંભાવના વાળા જિલ્લાઓમાં કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા છે. જો આગળ વધશે તો બનાસકાંઠાને પણ અસર થશે.

આ તોફાની પવનના વંટોડીયામાં જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, લાલ બંગલા સર્કલ, હવાઈચોક, કિસાન ચોક, રતનભાઇ મસ્જિદ, પટેલ કોલોની સહિતના જુદા-જુદા ૧૬ વિસ્તારોમાં જુના ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા ના ટેલીફોન રણકયા હતા. જામનગરની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ કરવત, રસ્સા, સહિતની સાધન સામગ્રી લઈને તમામ સ્થળો પર પહોંચી ગઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડ ની ડાળીઓ કરવત વડે કાપીને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!