દહેજ પોલીસે વાડીયા ચોકડી પાસે આવેલી સોસાયટીમાં રહેતા વ્યકિત પાસેથી દેશી પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા
સમીર પટેલ, ભરૂચ
દહેજ પોલીસે સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડીયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પીસ્તોલ (અગ્નિશસ્ત્ર) તથા પાંચ નંગ જીવતા કારતુસ સાથે એક ઇસમને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
દહેજ પોલીસની ટીમને હથિયાર અંગે માહિતી હતી દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલા ન્યુ ઇન્ડીયા એસીડ (બરોડા) પ્રા.લી. કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો(અંગ્નિશસ્ત્ર) તથા એક નંગ જીવતા કારતુસ સાથે તમચો લાવનાર અને મંગાવનાર બે લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સાંજે જ દહેજ પોલીસને બીજો એક આર્મસ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દહેજ પીઆઈ એચ.બી.ઝાલાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે,દહેજ,વાડીયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી,જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પીસ્તોલ (અંગ્નિશસ્ત્ર) રાખે છે.
પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પીસ્તોલ (અગ્નિશસ્ત્ર) તથા પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા.પોલીસે તેના વિરુદ્ધ ધી આર્મ્સ એકટ (1959) સહીતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી મળેલા એક દેશી હાથ બનાવટનો પીસ્તોલ (અગ્નિશસ્ત્ર) કિં.રૂ.20 હજાર અને પાંચ નંગ જીવતા કારતુસ કિં. રૂ.500 અને એક મોબાઈલ મળી મળી કુલ રૂ.25,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.