
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા.૧૭ ઓગસ્ટ સુધી રોજ ‘સરસ’ મેળામાં રાજ્યના ૧૪ જિલ્લાના ૫૦ સ્વ-સહાય જુથની બહેનો દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરાશે
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ ૨૦૨૫’નો ઉદ્દઘાટન સમારંભની સાથે સરસ મેળાને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત આ ‘સરસ મેળા’નું ઉદ્દઘાટન વિસામો સર્કલ ખાતેના ગ્રાઉન્ડમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી તથા ડાંગના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ્હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


આ મેળા દરમિયાન વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગનાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, કમિશનર ઓફ ટુરિઝમ અને મેનેજીંગ ડિરેકટર શ્રી પ્રભાવ જોશી, કલેકટર સુશ્રી શાલિની દુહાન સહીત સખી મંડળની બહેનો, વિક્રેતાઓ અને પ્રવાસીઓ ઉપસ્થિતિ નોંધાવી હતી.





