BANASKANTHAPALANPUR

વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિર દ્રારા પ્રેરણાદાયી ભોજન સેવા શરૂ કરાઈ

16 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સમગ્ર ઉતર ગુજરાતમાં સેવા કાજે જેનું અગ્ર હરોળમાં નામ છે એવું થરા જલારામ મંદિર કુદરતી હોનારત વખતે ભોજન સેવા માટે હરહંમેશાં તૈયાર હોય છે.તાજેતરની વાવાઝોડા તેમજ ભારે વરસાદની વિકટ પરિસ્થિતાં થરા નગર તેમજ કાંકરેજ તાલુકાનાં અનેક ગામોમાંથી નીચાણવાળા વિસ્તારનાં પરિવારોને વહીવટી તંત્ર દ્રારા સુરક્ષિત જગ્યાએ ખસેડેલ છે.આ બધાં જ પરિવારો માટે થરા રેફરલ હોસ્પિટલ,થરા નગરપાલિકા હોલ,થરા મોર્ડન સ્કૂલ એમ વિવિધ સ્થળોએ રાહત કેમ્પ શરૂ કરાયેલ છે.તમામ પરિવારોને ભોજન વ્યવસ્થા પૂરી પાડવાની કામગીરી ઉતર ગુજરાતનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સેવાધામ એવા જલારામ મંદિર થરા દ્રારા થઈ રહેલ છે.થરા જલારામ મંદિરની ખૂબ જ સરાહનીય ભોજન સેવાથી સમગ્ર વહીવટી તંત્ર તેમજ થરા નગરની ગુણિયલ પ્રજા પ્રભાવિત થઈ સહકાર આપી રહેલ છે તેમજ ભરપૂર પ્રશંસા કરી રહેલ છે.થરા જલારામ મંદિરના તમામ ટ્રસ્ટીઓ,કાર્યકરો તેમજ જલારામ સત્સંગ મંડળની બહેનો પણ આ સત્કાર્ય માટે ખૂબ જ સહકાર આપી રહેલ છે. વિનોદ બાંડીવાલા એ જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!