DAHODGARBADAGUJARAT

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં દિવાળી બાદ નવાં વર્ષના દિવસે ગાય ગોહરીનો તહેવાર અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

તા.૨૩.૧૦.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:અનોખી રીતે ઉજવાતો ગાય ગોહરીનો તહેવાર દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં દિવાળી બાદ નવાં વર્ષના દિવસે ગાય ગોહરીનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. આ તહેવાર જોવા માટે જિલ્લામાં જ નહીં પરંતુ મોટા શહેરોમાંથી પણ લોકો ઉમટી પડે છે.ગરબાડા, ગાંગરડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી પરિવારો હજારો વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરા મુજબ ગાય ગોહરીની ઉજવણી કરે છે. ગાયોનું શણગાર કરીને, રંગરોગાન કરીને અને મોરપીછ, ચૂઢલા પહેરાવીને ગામના મુખ્ય ચોકમાં લાવવામાં આવે છે. પૂજનવિધિ બાદ ગાયોનું દોડાવવાનું આયોજન થાય છે, જ્યાં બાધા રાખેલા આદિવાસી ખેડૂતો ગાયો ની નીચે સુઈ જાય છે — અને આશ્ચર્યજનક રીતે તેમને કોઈ ઈજા થતી નથી.માન્યતા એવી છે કે જો વર્ષ દરમિયાન ગાય માતાને કોઈ નુકસાન થયું હોય, તો આ દિવસે તેમની પૂજા કરીને માફી માંગી લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વિધિથી આવનાર વર્ષમાં સારું પાક અને સારો વરસાદ મળે છે.આ રીતે ગાય ગોહરીનો તહેવાર faith, પરંપરા અને આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવાય છે.

Back to top button
error: Content is protected !!