
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
પ્રાપ્ત માહિતી અનુસાર,સાપુતારા તરફથી પુરપાટ ઝડપે આવતી યામાહા સ્પોટ બાઈક રજી.નં.GJ-30-A – 1773 ના ચાલકે પોતાના કબજાની બાઈક ગફલતભરી રીતે હંકારતા વઘઈ બોટોનિકલ ગાર્ડનના ગેટ પાસે પાર્ક કરેલા ત્રણ મોપેડ અને એક હ્યુન્ડાઈ ક્રેટા કારને અડફેટે લઈ લેતા અક્સ્માત સર્જાયો હતો.આ ઘટનામાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક વઘઈ સી. એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો હતો.તેમજ આ અકસ્માતની જાણ થતા વઘઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અક્સ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..




