તા.૦૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા પોલીસ ટીમે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો.
ધાનપુરના પીપેરો ગામે છુટકારો પામવા પાડોશીની મદદ લઇ પરણીત પ્રેમિકાએ પ્રેમીને હત્યા કરી નાખી બંને મળી ઇક્કો ગાડીમાં ભરી સાદરા ગામે ફેંકી આવ્યા પ્રેમી મળવા આવતા ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો પીપેરો ગામના યુવકને તેના ફળિયામાં રહેતી એક પરણિત સાથે આડા સંબંધ હતા. પરંતુ કોઈ કારણોસર તે પરણીતા આડો સંબંધ રાખવા માંગતી ન હતી જેથી પરણીતને તેના પાડોશી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી તેની લાશને સાદરા ગામે સેવાનિયાથી નગવાવ રોડની બાજુમાં ફેંકી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હતો.
પીપેરોના રાજેશભાઈ માનસિંગભાઈ બારીયાને તેના ફળિયામાં રહેતી એક પરણિત તૃપ્તિ સાથે આડો સંબંધ હતો પરંતુ હવે આડો સંબંધ રાખવા માંગતી ન હતી ત્યારે રાજેશભાઈ બારીયા પરણીતા સાથે હજી આડા સંબંધ રાખવા માંગતો હતો જેના કારણે રાજેશભાઈનો કાંટો કાઢવા પરણીત જ્યોતિએ તેના ફળિયાના રાજુભાઈ ગોબરભાઇ ગણાવા નામના યુવકની મદદ લીધી હતી. રાજેશભાઈ માનસિંગભાઈ બારીયાએ તારીખ 22 જાન્યુઆરી રોજ મળવા આવતા તેનું ગળું દાબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ ઇકકો ગાડીમાં ભરી રાજેશભાઈની લાશને દેવગઢબારિયા તાલુકાના સાદરા ગામે સેવાનિયા થી નગવાવ ગામ તરફ જતા રોડની જમણી બાજુના ભાગે ફેકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો બીજા દિવસે સવારે 11 વાગ્યાના સુમારે લાશ મળી આવતા સાગટાળા પોલીસને જાણ કરાઈ હતી. આ સંબંધે પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારે મૃતક રાજેશભાઈ બારીયાની પત્ની ધોળીબેન બારીયાને મનીષા ઉપર શંકા હોવાથી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરાતા ભેદ ખુલી ગયો જેથી મૃતકની પત્ની ધોળીબેને આ બાબતે બંને વિરૂદ્ધ પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની વધુ તપાસનો ધમધમાટ સુરું કર્યો