
તા. ૨૦.૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખેલસહાયકને વ્યાયામ શિક્ષક તરીકે કાયમી નોકરી માટે દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૪ વર્ષથી ગુજરાત રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરેલી નથી. અને હાલ ૨૦૨૪ માં ખેલ સહાયક તરીકે ભરતી કરેલ છે. જે પણ ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરેલ છે. જેમાં વ્યાયામ શિક્ષકોની ખાલી પડેલ ૫૦૭૫ જગ્યાઓ છે તે જગ્યાઓ પર કાયમી વ્યાયામ શિક્ષકોની કાયમી નોકરી માટે ભરતી કરવામાં આવે તેમજ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લઈને મેરીટ તૈયાર કરી, પ્રમાણ પત્રો ચકાસીને સ્થળ પસંદગી કરી કાયમી ભરતી કરવામાં આવે અને ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરેલ છે તો તેમને શિક્ષકોની ભરતીના નિયમો મુજબ ભરતી કરવામાં આવે તેમ જણાવ્યું હતું. સાથે સાથે એવી માગણી કરવામાં આવી હતી કે tet -૧, tet – અને tat ૧, tat -૨ માં કાયમી ભરતી કરવામાં આવે છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી sat સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ઉમેદવારોને સમકક્ષ ગણી ૫૦૭૫ ની સરકાર દ્રારા જાહેર કરેલ જગ્યાઓ પર વ્યાયામ શિક્ષકોની નોકરી આપવામાં આવે તેવી જિલ્લા સેવા સદન ખાતે કલેકટર જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું





