તા.૦૫.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પોલિસ દ્વારા રામ નવમી અનુસંધાન દાહોદ નગરના રામયાત્રાના રૂટ પર પોલિસ દ્વારા ફૂટમાર્ચ યોજાયુ
દાહોદ પોલિસ દ્વારા રામયાત્રાના રૂટ પર ફૂટમાર્ચ દાહોદ નગરમાં યોજવામાં આવ્યુ.ફૂટમાર્ચ દરમ્યાન યાત્રામાં આવતા રૂટ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂટ દરમ્યાન આવતા રામયાત્રામાં નડતર હોય તેવા લોકોને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી.દાહોદ પોલિસ દ્વારા રામયાત્રા ડ્રોન કેમેરા, મોબાઈલ કેમેરા તેમજ વિડિયો શૂટિંગ ,બોડી કેમેરા, ધાબા ઉપરથી દૂરબીન થી નિરીક્ષણ,એસ.આર.પી વ્યવસ્થા સાથે પોલિસ દ્વારા રામયાત્રા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમાં આજરોજ દાહોદના DYSP.જે.પી.ભંડારીની ઉપસ્થિતિમાં દાહોદ નગરમાં રામયાત્રાના રૂટ પર ફૂટ માર્ચ યોજવામાં આવ્યું હતું