DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ રેલ્વે પોલીસ દ્વારા ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

તા.૦૨.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે પોલીસ દ્વારા ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો આખરે ઉકેલવામાં આવ્યો છે. દાહોદ રેલ્વે પોલીસ (GRP) દ્વારા CEIR PORTALના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આરોપી સોયેબ સિદ્દીક શેખ ને કબ્જે લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂ.૧૫.૦૦૦ ની કિંમતનો ચોરાયેલ મોબાઇલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા ટેક્નિકલ આધારો અને CEIR PORTALની મદદથી ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.દાહોદ રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે આગળ પણ સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!