DAHODGUJARAT

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરએ બિહાર રાજ્યના મુઝફરપુર જિલ્લાના એક ગુમ થયેલ બહેનને ઘર સુધી પહોંચાડી

તા.૩૦.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરએ બિહાર રાજ્યના મુઝફરપુર જિલ્લાના એક ગુમ થયેલ બહેનને ઘર સુધી પહોંચાડી

ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ છેલ્લા પાંચ વર્ષથી ૨૪ કલાક ટેકનિકલ સ્કૂલ કેમ્પસ વિશ્રામ ગૃહની સામે કાર્યરત છે જેમાં અત્યાર સુધીના રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણોસર પરિવારથી વિખુટા પડી ગયેલ હોય કે ક્યારેક પોતાની નબળી માનસિક સ્થિતિના કારણે પરિવારથી દૂર થઈ ગયેલ હોય તેવી અરજદાર બહેન ને ઘર સુધી પહોંચાડવા મા “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ સફળ રહ્યું છે આમ આવીજ રીતે તારીખ.૨૮.૧૧.૨૦૨૪ ના રોજ એક બહેન રાબડાલ પોલીસ સ્ટેશન વિસ્તારમા બિન વારસી હાલતમાં જોવા મળતા દાહોદ રૂલર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા WHC સાવિત્રીબેન ડીંડોડ ધ્યાને આવતા તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા જેમાં બહેનને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ ના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અરજદાર બહેનને તાત્કાલિક ધોરણે તબીબી સારવાર ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે અપાવેલ હતી ત્યારપછી અરજદાર બહેનનો પરિવાર શોધવાનો પ્રયત્ન કરેલ જેથી અવારનવાર સતત કાઉન્સિલિંગ કરતા અરજદાર બહેન દ્વારા તેમના રાજ્યની માહિતી આપતા “સખી”વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા તેમની સાથે પ્રેમાળ પૂર્વક કાઉન્સિલિંગ કરતા તેમના દ્વારા તેમના જિલ્લાની અને તેમના ગામની માહિતી આપતા ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી બહેન ની માહિતી આપેલ જેથી તેમના પરિવાર સુધી પહોંચી ગયેલ હતા અને તેમના પરિવારને તાત્કાલિક ધોરણે “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આવવા જણાવેલ જેથી તેમનો પરિવાર આજરોજ તારીખ.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે લેવા આવેલ છે તેમના પરિવાર એ વધુમાં જણાવેલ કે તેમની બહેન આશરે પાંચ દિવસ પહેલા ઘરમાં કોઈને પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલ હોય તેથી તેમના પરિવાર દ્વારા તેમના નજીકના પોલીસ સ્ટેશન સાથે ફરિયાદ કરેલ પરંતુ કોઈ માહિતી મળે ન હતી અને આમ તેમ ઘણી બધી જગ્યાએ અરજદારને શોધવાનો પ્રયત્ન કરે પરંતુ તેઓ ની કોઈ માહિતી મળેલ ન હતી ત્યારબાદ “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ થી ફોન આવતા તેઓ માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો તેથી તેઓ તાત્કાલિક ધોરણે “સખી” વન સ્ટોપ સેન્ટર પર અરજદાર બહેનને લેવા માટે આવેલ છે તેમ જણાવેલ અને સખી વન સ્ટોપ સેન્ટર નો દિલથી આભાર વ્યક્ત કરેલ છે આ રીતે “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ પરિવાર સાથે અરજદાર બહેનને પુન:સ્થાપન કરાવવામાં સફળ રહ્યા છે

Back to top button
error: Content is protected !!