
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે સોનાના બિસ્કીટ હોવાનુ કહી ખોટા સોનાના બિસ્કીટ આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરનાર 3 આરોપીઓ ઝડપાયા, 1 વોન્ટેડ
શામળાજી પો.સ્ટે હદના શામળપુર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટાટા હેરીયર ગાડી સાથે ઠગાઈ કરનાર મેવ ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડી પીળા કલરના સોના જેવા દેખાતા ધાતુવાળા બિસ્કીટનંગ-૭ જેની આશરે કુલ કિ.રૂ.૨, ૧૩૨/- તથા સોનાના ટુકડા નંગ-૩ જેની કિ.રૂ.૧૩,૦૦૦/-તથા અલગ-અલગ દર ની ચલણી નોટો કુલ રોકડ રૂ.૨૨,૫૧૦/-તથા ટાટા હેરીયર ગાડી કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મોબાઇલ નંગ-૫ મળી કુલ કિ.રૂ.૨૧,૧૨,૬૪૨/- ના મુદ્દામાલ સાથે જિલ્લા LCB પોલિસ ને મોટી સફરતા હાથ લાગી
ચોક્સ બાતમી ને આધારે રાજેસ્થાન થી ગેંગ લોકોના સાથે સોનાના બિસ્કિટ ના નામે ચીટિંગ કરી લોકોને ઉલ્લુ બનાવી રહી છે જેને અનુસંધાને ફરિયાદી એ અરવલ્લી જિલ્લા પોલિસનો કોન્ટેક્ટ કરી ફરિયાદ નોંધાવ્યા બાદ.બનાવા જોતા રાજેસ્થાના જયપુર ની આસપાસ કુલ ચાર આરોપી પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે. અને અડધા ભાવે વેચવાના છે. જેને લઇ ગુજરાતમાં સારા લોકોને વેપારી ને કોન્ટેક્ટ કરી જયારે વ્યક્તિ ત્યાં જ્યાં ત્યાં ટેસ્ટિંગ માટે સોનાના નાના નાના બિસ્કિટ આપતા જે સાચા હતા. ટેસ્ટિંગ કરાવ્યા પછી ડીલ કરવામાં આવે ત્યારે પિત્તરના બિસ્કિટ જેના પર સોનાનો વરખ ચડાવી પધરાવી દેતા જેને લઇ બાતમીને આધારે ધનસુરા થી રિટર્ન થતા Lcb દ્વારા ચોક્સ વોચ રાખતા શામળાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શામળપુર ગામની સીમમાં હિંમતનગર થી શામળાજી તરફ આવતા રોડ ઉપર શામળપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે ગઇ કાલે શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે સોનાના બિસ્કીટ હોવાનુ કહી ખોટા સોનાના બિસ્કીટ આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ ચાર ઇસમો કાળા કલરની હેરીયર ગાડી નં.RJ.59.CA.0595 ની લઈને હિંમતનગરથી હાઇ-વે રોડ ઉપર થઇ શામળાજી તરફ જનાર છે તેવી બાતમી હકીકત આધારે શામળપુર ગામની સીમમાં હિંમતનગર થી શામળાજી તરફ આવતા રોડ ઉપર શામળપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે કાળા કલરની હેરીયર ગાડીનં.RJ.59.CA.0595 સાથે (૧) ખુશ્બુદીન સ/ઓફ અબ્બાસ મોહમમદખાન મેવ રહે. ભંડારા તા. જુલેડા જી.ભરતપુર(રાજસ્થાન) (૨) મોસીનખાન સ/ઓફ કાસમખાન પ્રતાપખાન મેવ ઉ.વ.૩૨ રહે.બીરગાવન થાના-નગર તા. નગર જી.ભરતપુર (રાજસ્થાન) (૩) રાકેશભાઈ સ/ઓફ સુરેશભાઈ સાબરામ ભગેલ ઉ.વ.૨૩ રહે.ભંડારા તા.જુલેડા જી. ભરતપુર (રાજસ્થાન) નાઓને પકડી પાડી ગાડીમાંથી મળેલ કાળા કલરના થેલામાં સોના જેવા દેખાતા પીળા કલરની ધાતુ વાળા બિસ્કીટ નંગ-૭ કુલ વજન ૪ કિલો ૨૬૫ ગ્રામ જેની આશરે કુલ કિ.રૂ.૨,૧૩૨/- તથા સોનાના ટુકડા નંગ-૩ જેનુ કુલ વજન ૧,૪૫૦ મી.લી જેની અંદાજે બજાર કિ.રૂ. ૧૩,૦૦૦/-તેમજ અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.૨૨,૫૧૦/- તથા પાંચ મોબાઇલ ફોન કિ.રૂ.૭૫૦૦૦/- તથા ટાટા હેરયર ગાડી કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૧,૧૨,૬૪૨/-ના મુદ્દામાલ કબજે કરી નીચે જણાવેલ આરોપીઓને ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ ની કલમ. ૧૦૬, ૩૫(૧),જે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ શામળાજી પો.સ્ટે મોકલી આપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલ
(૧) પીળા કલરના સોના જેવા દેખાતા ધાતુવાળા બિસ્કીટ નંગ-૭ જેની આશરે કુલ કિ.રૂ.૨, ૧૩૨/-
(૨) સોનાના ટુકડા નંગ-૩ જેની કિ.રૂ.૧૩,૦૦૦/-
(૩) રોકડ રૂ.૨૨,૫૧૦/-
(૪)મોબાઇલ ફોન-૫ જેની કુલ કિ.રૂ.૭૫,૦૦૦/-
(૫) ગાડીની કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-
પકડેલ ઇસમ
૧) ખુશ્બુદીન સ/ઓફ અબ્બાસ મોહમમદખાન મેવ રહે.ભંડારા તા.જુલેડા જી.ભરતપુર (રાજસ્થાન)
૨) મોસીનખાન સ/ઓફ કાસમખાન પ્રતાપખાન મેવ રહે.બીરગાવન થાના-નગર તા.નગર જી.ભરતપુર (રાજસ્થાન
3) રાકેશભાઈ સ/ઓફ સુરેશભાઈ સાબરામ ભગેલ રહે.ભંડારા તા.જુલેડા જી.ભરતપુર (રાજસ્થાન)
વોન્ટેડ ઈસમ
(૧) ગાડીનો ચાલકનું નામ શેકુલ સ/ઓફ સહાબ મેવ રહે.ભંડારા તા.કામા જી.ભરતપુર (રાજસ્થાન




